અમદાવાદ
ગુલમહોર ગ્રીન્સઃગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબમાં વરસાદી માહોલ વચ્ચે 48 ગોલ્ફરોએ ગુલમહોર સ્ટેબલ ફોર્ડ ખાતે રમીને તેમની રમતનો આનંદ માણ્યો હતો. 10 અને 11 ઓગસ્ટના રોજ એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ-ગો ગોલ્ફ 2024 કેલેન્ડરના ભાગરૂપે રાઉન્ડ રમાયો હતો.
0-15 હેન્ડીકેપ કેટેગરીમાં તરનજીત સિંહ 80 ગ્રોસ અને 18 પોઈન્ટ સાથે વિજેતા થયા હતા. માઈકલ વેયર 84 ગ્રોસ અને 17 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહ્યા હતા.
16-30 હેન્ડીકેપ કેટેગરીમાં યશવી શાહ 88 ગ્રોસ અને 19 પોઈન્ટ સાથે વિજેતા થયા હતા. તન્મય કુમાર 91 ગ્રોસ અને 17 પોઈન્ટ સાથે રનર્સ-અપ રહ્યા હતા.
બે વિજેતાઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે 3,000 રિવોર્ડ પોઈન્ટ્સ મળ્યા અને રનર-અપને 1,800 પોઈન્ટ મળ્યા. અન્ય 20 ગોલ્ફરોને પણ રિવોર્ડ પોઈન્ટ મળ્યા.
સ્ટેબલ ફોર્ડ રાઉન્ડ સાથે બે કૌશલ્ય સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. વિમલ મિશ્રાએ માત્ર ચાર ફૂટ અને નવ ઇંચ દૂર બોલને લેન્ડ કરીને હોલ 3 પર પિનની સૌથી નજીક રહીને સ્પર્ધા જીતી હતી. ત્વિષા પટેલે છ ફૂટ અને પાંચ ઇંચ દૂર બોલ લેન્ડ કરીને હોલ 9 પર પિનની સૌથી નજીકના બીજા શોટ માટે સ્પર્ધા જીતી હતી.