
વોલીબોલ
પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની વૉલીબોલની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.24-07-24 અને 25-07-24 બુધવાર અને ગુરુવારના રોજ હીરામણિ સ્કૂલ, છારોડી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-14 બહેનોની ટીમ રનર્સ-અપ બની હતી. જેમાં પસંદગી થયેલ બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.
કબડ્ડી
પશ્ચિમ દસ્ક્રોઈ તાલુકાકક્ષાની કબડ્ડીની અન્ડર-14, 17 અને 19 ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તા.26-07-24, શુક્રવારના રોજ સ્કુમ સ્કૂલ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં હીરામણિ સ્કૂલની અન્ડર-17 બહેનોની ટીમ રનર્સ-અપ બની હતી. જેમાં પસંદગી થયેલ બહેનો જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે.
વિજેતા ખેલાડીઓને અને વ્યાયામ શિક્ષકોને સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. વરુણ અમીને અભિનંદન આપ્યા હતા.
