જાપાનના સહયોગથી કંપની ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું ઉત્પાદન કરે છે, સામાન્ય ગ્રાહકોને પોસાય એવા ઉત્પાદન કરવા અંગે કંપનીની કોઈ યોજના નથી
અમદાવાદ
ટોઈલેટ્સ, બસિન્સ, ફોસેટ્સ, શાવર્સનું ગુજરાતના હાલોલ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન કરતી ટોટો ઈન્ડિયા દ્વારા ઉત્કૃષ્ટતાના એક દાયકાની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના હાલોલમાં તેના અત્યાધુનિક ઉત્પાદન એકમની 10મી એનિવર્સરી ગૌરવભેર મનાવવામાં આવી હતી. ઓગસ્ટ 2014માં શરૂ થયેલી કંપની હવે તેના બજારને વિસ્તારવા પ્રતિબદ્ધ છે. કંપની આગામી સમયમાં 40 જેટલા નવા આઉટલેટ્સ સ્થાપવા અંગે વિચારણા કરી રહી છે. ટોટો ઈન્ડિયાના હાલોલ એકમમાં જાપાની ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરતાં ઉત્પાદોનું ઉત્પાદન કરાય છે જેમાં લગભગ 1200 કર્મચારીઓ કાર્યરત, જેમાં સ્થાનિક સમુદાયમાંથી 80 ટકા છે.
“ભારત ટોટો માટે વ્યૂહાત્મક બજાર છે અને અમને તેની ભરપૂર વૃદ્ધિની સંભાવના વિશે ખુશી છે,” એમ ટોટો ઈન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શિયાઝાવા કાઝુયુકીએ જણાવ્યું હતું કે, “વધતા શહેરીકરણ, વધતી ખર્ચક્ષમ આવકો અને હાઈજીન તથા વેલનેસ પ્રત્યે વધતી જાગૃતિ પ્રીમિયમ બાથરૂમ સમાધાન માટે માગણી પ્રેરિત કરે છે. અમારું લક્ષ્ય અમારું ડીલર નેટવર્ક વિસ્તારીને ટિયર-2 અને ટિયર 3 શહેરોમાં અમારી પકડ મજબૂત બનાવવાનું છે અને વિવિધ ગ્રાહક અગ્રતાઓને પહોંચી વળવા માટે પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી રજૂ કરવાનું છે.” આ ઈવેન્ટમાં પ્રોડક્ટ નાવીન્યતા અને વૃદ્ધિની ગતિ દર્શાવવામાં આવી હતી, જે ભારતીય બજાર પ્રત્યે અને સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે તેના કામ પ્રત્યે કંપનીની સમર્પિતતા આલેખિત કરે છે. ભારતમાં હર ઘર શૌચાલય અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે કંપની સામાન્ય માણસને પોસાય એવા શૌચાલયો સંદર્ભે યોગદાન માટે વિચારે છે કે કેમ એ બાબતે કંપનીના અધિકારીએ કહ્યું હતું કે, અમારા માટે આ બાબત શખ્ય નથી અને એ અંગે અમારું હાલમાં કોઈ આયોજન નથી.
ટોટો ઈન્ડિયા તેની પ્રાદેશિક હાજરી વધારવાની અને તેના ઓથોરાઈઝ્ડ ચેનલ પાર્ટનર (એસીપી) અને ઓથોરાઈઝ્ડ ચેનલ ડીલર (એસીડી) પ્રોગ્રામ થકી તેનું ડીલરશિપ નેટવર્ક મજબૂત બનાવવા માગે છે. આ વ્યૂહરચનાનું લક્ષ્ય બ્રાન્ડની ભારતમાં પહોંચ વધારીને રાષ્ટ્રવ્યાપી તેની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટોની ઉત્તમ પહોંચક્ષમતા અને ઉપલબ્ધતાની ખાતરી રાખવાનું છે. બજારમાં ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં પહોંચ વધારીને ટોટો તેના નાવીન્યપૂર્ણ અને સક્ષમ સેનિટરી વેર સોલ્યુશન્સ વ્યાપક દર્શકો માટે લાવવા માગે છે.