
અમદાવાદ
મેન ઓફ ધ મેચ પ્રેમ ઠાકોર (52 બોલમાં અણનમ 50 રન) અને અલસાઝ ખાન (57 બોલમાં 71 રન)ની મદદથી ફાયર ક્લોટ્સ અને બ્લેક ઈગલની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ત્રીજા દિવસની બે મેચમાં વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી ત્રીજા દિવસની પ્રથમ મેચમાં ફાયર ક્લોટ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી.પીચ સ્મેસર્શે 20 ઓવરમાં સાત વિકેટે 118 રન બનાવ્યા હતા જેના જવાબમાં ફાયર ક્લોટ્સે 16.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 121 રન બનાવીને છ વિકેટે વિજય મેળવ્યો હતો.
દિવસની બીજી મેચમાં ટેકી બ્લાસ્ટર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. બ્લેક ઈગલે પ્રથમ બેટિંગ કરતા 19.2 ઓવરમાં 114 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટેકી બ્લાસ્ટર્સની ઈનિંગ્સ 15.5 ઓવરમાં 99 રનમાં સમેટાઈ ગયો હતો.અને બ્લેક ઈગલનો 15 રનથી રોમાંચક વિજય થયો હતો.
ત્રીજો દિવસઃ પ્રથમ મેચ
પીચ સ્મેશર્સઃ 20 ઓવરમાં સાત વિકેટે 118 (સનપ્રિત બગ્ગા 24 બોલમાં ત્રણ બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 33, ફિરોઝ બલોચ 23 બોલમાં બે બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 26, આકાશ ભાટ 27 બોલમાં બે બાઉન્ડ્રી, એક સિક્સર સાથે 22, સિદ્ધાર્થ વેકરિયા 15માં 3, પ્રથમેશ ડાકે 11 રનમાં બે વિકેટ)
ફાયર ક્લોટ્સઃ16-3 ઓવરમાં ચાર વિકેટે 121 ( પ્રેમ ઠાકોર 52 બોલમાં 6 બાઉન્ડ્રી 2 સિક્સર સાથે અણનમ 50, સિદ્દાંત રાણા 22 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 29, ઐશ્વર્યા માર્યા 13 બોલમાં 4 બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 27રન,ઈરફાન-ઉલ-હક 26 રનમાં બે વિકેટ)
મેન ઓફ ધ મેચઃ પ્રેમ ઠાકોર(50* (52)
બીજી મેચઃ
બ્લેક ઈગલઃ 19.2 ઓવરમાં 114 (અલસાઝ ખાન 57 બોલમાં ચાર બાઉન્ડ્રી, ચાર સિક્સર સાથે 71 રન, પ્રનાન્સુ બધેકા 13 માં બે, જય પટેલ 26 રનમાં બે વિકેટ)
ટેકી બ્લાસ્ટર્સઃ 15.5 ઓવર્સમાં 99 ( રોહન મિસ્ત્રી 13 બોલમાં બે બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 25, રોહિત દહિયા 19 બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે 20 રન, શેહઝોર 19માં 3, સ્મિત પટેલ 10 રનમાં બે વિકેટ)

મેન ઓફ ધ મેચ અલસાઝ ખાન (57 બોલમાં 71 રન)