લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ચોથા દિવસે સ્પર્ધાની સૌથી મોટા સ્કોર સાથે રોમાંચક મેચ

અમદાવાદ
મેન ઓફ ધ મેચ ઋતુરાજ ક્ષત્રિય (18 રનમાં 3 વિકેટ) અને રુચિત આહિર (29 બોલમાં અણનમ 69 રન)ની મદદથી બ્લેક ઈગલ અને ફાયર ક્લોટ્સની ટીમોએ લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ચોથા દિવસની બે મેચમાં વિજય મેળવ્યો હતો. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી ચોથા દિવસની પ્રથમ મેચમાં પીચ સ્મેશર્સે પ્રથમ બેટિંગ કરતા 17.5 ઓવરમાં 98 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાના નિર્ણયને યોગ્ય પુરવાર કરતા બ્લેક ઈગલે 11.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 102 રન બનાવી મેચ જીતી લીધી હતી. બીજી મેચમાં રેગિંગ બુલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે 141 રન બનાવી સ્પર્ધાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર કર્યો હતો. જોકે ફાયર ક્લોટ્સે પડકારનો શાનદાર પીછો કરતો 10.5 ઓવરમાં બે વિકેટના ભોગે 142 રન ઝૂડી કાઢી મેચમાં આઠ વિકેટે આસાન વિજય મેળવ્યો હતો.
ચોથા દિવસની મેચનાં પરિણામો
પ્રથમ મેચઃ પીચ સ્મેશર્સઃ રાહુલ આહુજા 38 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 33, આકાશ ભાટ 13 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 23, ઋતુરાજ ક્ષત્રિય 18માં 3, સ્મિત પટેલ 22 રનમાં બે વિકેટ)
બ્લેક ઈગલઃ 11.2 ઓવરમાં ત્રણ વિકેટે 102 (અલસાઝ ખાન 13 બોલમાં ચાર બાઉન્ડ્રી એક સિક્સર સાથે 25, રિપલ પટેલ 16 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે અણનમ 25, સ્મિત પટેલ 22 બોલમાં ચાર બાઉન્ડ્રી સાથે 24, રેક્સી ટેયલર 14 બોલમાં બે બાઉન્ડ્રી એક સિક્સર સાથે અણનમ 20 રન, ઈરફાન-ઉલ-હક 21 રનમાં બે વિકેટ).

મેન ઓફ ધ મેચઃ રિતુરાજ ક્ષત્રિય -4-0-18-3
બીજી મેચ
રેગિંગ બુલ્સઃ 20 ઓવરમાં નવ વિકેટે 141 (અનિલ પટેલ 22 બોલમાં છ બાઉન્ડ્રી એક સિક્સર સાથે 33, ભાવિક બદાની 27 બોલમાં બે બાઉન્ડ્રી બે સિક્સર સાથે 32, મિહિર વછેટા 23 બોલમાં બે બાઉડ્રી એક સિક્સર સાથે અણનમ 25 રન, સંસ્કાર શર્મા 37 રનમાં 3, હાર્દિક કુરાંગલે 17 રનમાં બે વિકેટ).
ફાયર ક્લોટ્સઃ 10.5 ઓવરમાં બે વિકેટે 142 ( રુચિત આહિર 29 બોલમાં ચાર બાઉન્ડ્રી, સાત સિક્સર સાથે અણન 69, સિદ્ધાંત રાણા 23 બોલમાં ચાર બાઉન્ડ્રી, પાંચ સિક્સર સાથે અણનમ 56 રન, સુરજ ભદોરિયા 24 રનમાં બે વિકેટ).
મેન ઓફ ધ મેચઃ રુચિત આહિર 29 બોલમાં અણનમ 69 રન.