લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલનું રોમાંચક મેચ સાથે સમાપન, 25 લાખથી વધુના ઈનામ અપાયા
અમદાવાદ
મેન ઓફ ધ મેચ રાકેશ કહરના 42 બોલમાં શાનદાર 89* રનની મદદથી બ્લેક ઈગલ્સે લાસ્ટ માઈલ ક્રિકેટ કાર્નિવલની ફાઈનલમાં ફાયર ક્લોટ્સ સામે ત્રણ વિકેટે વિજય મેળવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જસ્ટ કોર્સેકા દ્વારા પ્રાયોજિત સ્પર્ધાની નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ પર રમાયેલી ફાયનલમાં ફાયર ક્લોટ્સ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 141 રન બનવ્યા હતા જેના જવાબમાં બ્લેક ઈગલ્સે મેચના બે બોલ બાકી હતા ત્યારે સાત વિકેટે લક્ષ્યાંક પાર પાડતા ફાયર ક્લોટ્સનો ત્રણ વિકેટે પરાજય થયો હતો.
ફાઈનલ
ફાયર ક્લોટ્સ 20 ઓવરમાં આઠ વિકેટે 141 (રુચિત આહિર 44 બોલમાં 1 બાઉન્ડ્રી, 8 સિક્સર સાથે 71, હેમાંગ પટેલ 23 બોલમાં 2 બાઉન્ડ્રી, બે સિક્સર સાથે 26, સિદ્ધાર્થ વેકરિયા 25 બોલમાં 3 બાઉન્ડ્રી સાથે 25, મોહિત થડાની 8માં 2, ધ્રુષંત સોની 169માં 2 વિકેટ,રિતુરાજ ક્ષત્રિય 27 રનમાં બે વિકેટ)
બેલ્ક ઈગલ્સઃ 19.4 ઓવરમાં સાત વિકેટે 142 (રાકેશ કહર 42 બોલમાં 9 બાઉન્ડ્રી, 6 સિક્સર સાથે 88*,હેમાંગ પટેલ 28માં 3, હાર્દિક કુરાંગલે 22 રનમાં 2 વિકેટ).
મેન ઓફ ધ મેચઃ રાકેશ કહર 42 બોલમાં 88* રન. 19 રનમાં એક વિકેટ.
સ્પર્ધામાં અન્ય પુરસ્કાર વિજેતા
સૌથી વધુ સિક્સરઃ રુચિત આહિર -23 (ફાયર ક્લોટ્સ)
બેસ્ટ ફિલ્ડરઃ રિપલ પટેલ – 10 શિકાર (બ્લેક ઈગલ)
બેસ્ટ બોલર ધ્રુષાંત સોની – 12 વિકેટ (બ્લેક ઈગલ)
બેસ્ટ બેટસમેનઃ સનપ્રિત બગ્ગા – 216 રન – (પીચ સ્મેશર્સ)
મેન ઓફ ધ સિરિઝઃ રુચિત આહિર – 340 પોઈન્ટ – (ફાયર ક્લોટ્સ)
રનર્સ અપઃ ફાયર ક્લોટ્સ
વિજેતા ટીમઃ બ્લેક ઈગલ