ગાંધીધામમાં સબ જુનિયર્સ માટે ઇનામી રકમ ધરાવતી સૌ પ્રથમ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ

Spread the love

ગાંધીધામ

કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે ગાંધીધામ ખાતે ગુજરાત સ્ટેટ સબ જુનિયર (અંડર-15) ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. રાજ્યમાં પહેલી વાર સબ જુનિયર્સ માટે ઇનામીરકમ ધરાવતી આ ટુર્નામેન્ટ માટે ગુજરાતના મોખરાના આઠ ખેલાડી (બોયઝ અને ગર્લ્સ)ને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસીટીએ)ના નેજા હેઠળ આ ટુર્નામેન્ટ અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આ ટુર્નામેન્ટ 30મી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર દરમિયાન યોજાશે.

આઠ મોખરાના ખેલાડીઓ ઉપરાંત બંને ઇવેન્ટ માટે આયોજકોએ પ્રસ્તાવિત કરેલા બે સ્થાનિક ખેલાડીઓને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળશે.

આ ટુર્નામેન્ટ જીએસટીટીએના માનદ સચિવ સદગત હરેશ સંગતાણી અને કેડીટીટીએના ટ્રેઝરર સદગત રાજકુમાર મોટવાણીની યાદમાં યોજાઈ રહી છે.

બંને ઇવેન્ટમાં વિજેતા ખેલાડીઓ અને મોખરાના આઠ ખેલાડીઓ વચ્ચે 52,400 રૂપિયાની ઇનામી રકમ વહેંચાશે. આ ઉપરાંત તમામ ખેલાડીઓની રહેવા-જમવાની વ્યવસ્થા તથા મુસાફરી ખર્ચ પણ ભોગવશે.

કેડીટીટીએના માનદ સચિવ મનીષ હિંગોરાણીએ માહિતી આપી હતી કે આ ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ સિસ્ટમને આધારે રમાશે. “રાજ્યના મોખરાના આઠ ખેલાડીઓ વચ્ચે પ્રાઇઝમની ધરાવતી ટુર્નામેન્ટના આયોજનથી તેમને બે દિવસ સર્વશ્રેષ્ઠ રમત દાખવવાની તક મળશે. તેનાથી અમને સ્થાનિક ખેલાડીઓને રાજ્યના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે રમવાની તક આપવાનો અવસર મળશે.”

ભાગ લેનારા ખેલાડીઓઃ

સબ જુનિયર બોયઝઃ માલવ પંચાલ (અમદાવાદ), વેદ પંચાલ (વડોદરા), જેનિલ પટેલ (અમદાવાદ), દ્વિજ ભાલોડિયા (અમદાવાદ), હ્રિદાન પટેલ (અમદાવાદ), વંદન સુતરિયા (ભાવનગર), ધ્યાન વસાવડા (વડોદરા), અંશ ખમાર (અમદાવાદ), વિહાન તિવારી (અમદાવાદ), નૈરિત વૈદ્ય અને ધ્રુવ ભાંભાણી (સ્થાનિક ખેલાડી).

સબ જુનિયર ગર્લ્સઃ નૌબોની ચેટરજી (અમદાવાદ), દાનિયા ગોદીલ (સુરત), જિયા ત્રિવેદી (અમદાવાદ), ચાર્મી ત્રિવેદી (ભાવનગર), શિવાની ડોડિયા (ભાવનગર), ખ્વાઇશ લોટિયા (અમદાવાદ), વિશ્રુતિ જાદવ (સુરત), વિન્સી તન્ના (સુરત), સિદ્ધિ સિંઘવી અને અનિશા સિંઘવી (સ્થાનિક ખેલાડી).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *