
ગુજરાતની 14 વર્ષીય ચેસ ખેલાડી રુહાની રાજ આસુદાનીએ U.A.E. AL Ain મા 14 થી 23 ડિસેમ્બર દરમિયાન એશિયન એમેચ્યોર ચેસ ચેસિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
આ ચેમ્પિયનશિપમાં 31 દેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો, જે સમગ્ર ઇવેન્ટ દરમિયાન ઉચ્ચ સ્તરની સ્પર્ધા અને તીવ્રતા દર્શાવે છે.
8મા રાઉન્ડમાં રુહાનીએ યુએઈની મરિયમ મોહમ્મદને હરાવી લીડ મેળવી અને 9મા રાઉન્ડમાં તેણે બહેરીનના યાકુબ વફાને હરાવીને સિલ્વર મેડલ જીત્યો. રૂહાની મેડલ જીત્યા બાદ જણાવ્યું, “આ સફળતા વર્ષો સુધીની મહેનત અને તાલીમનું પરિણામ છે.
આ વર્ષે, રૂહાનીએ કોમનવેલ્થ રેપિડ બ્રોન્ઝ મેડલ, વેસ્ટર્ન એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં સિલ્વર ટીમ મેડલ અને રેપિડ એમેચ્યોર એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ જ ચેમ્પિયનશિપમાં સમાંતર સિદ્ધિમાં, ગુજરાતના અન્ય પ્રતિભાશાળી ચેસ ખેલાડી મહાર્થ ગોધાણીએ બ્લિટ્ઝ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ચેસની દુનિયામાં ગુજરાતનું કદ વધુ ઊંચું કર્યું.