ખેલાડીઓ, કોચ, વહિવટકારોને પણ વિવિધ એવોર્ડથી સન્માનિત કરાયા
ભાવનગર
ભાવનગર ખાતે ચાલી રહેલી 74મી સિનિયર બાસ્કેટ બોલ સ્પર્ધા દરમિયાન સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા બોસ્કેટબોલ ક્ષેત્રે પ્રદાન બદલ શક્તિસિંહ એમ. ગોહિલને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો જ્યારે રમતમાં પ્રદાન બદલ અન્ય પણ કેટલાક એવોર્ડ પ્રદાન કરાયા હતા.
સ્પર્ધાના બ્રેક ટાઈમ દરમિયાન સિદસર સ્પોટર્સ કોમ્પલેક્સમાં એસજેએજી અને સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા યોજાયેલા એક સમારોહમાં એસજેએજીના પ્રમુખ તુષાર ત્રિવેદી દ્વારા સ્વાગત પ્રવચન કરાયા બાદ શક્તિસિંહ એમ. ગોહિલ, શફિક શેખ અને ભાવનગરના ડિસ્ટ્રીક્ટ સ્પોટર્સ ડેવલપમેન્ટ ઓફિસર દિવ્યરાજસિંહ બારિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સ્થાનિક પત્રકાર મહેબુબ કુરેશી અને એસજેએજીના સેક્રેટરી નરેન્દ્ર આઈ. પંચોલીએ આભારવિધિ કરી હતી.
ભાવનગર ખાતે યોજાઇ રહેલા સમારોહમાં કોને એવોર્ડ આપવો તે અંગે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન, બાસ્કેટબોલના પૂર્વ ખેલાડીઓ, રેફરીઓની જ્યુરી પેનલ બનાવવામાં આવી હતી અને તેમાં સર્વાનુમતે લેવામાં આવેલા નિર્ણય બાદ એવોર્ડ વિજેતાના નામ નક્કી કરવામાં આવ્યા હતા.








એવોર્ડ
શક્તિસિંહ એમ. ગોહિલ – લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ઇન બાસ્કેટબોલ
રોનાલ્ડો -પ્રોમિસિંગ પ્લેયર ઓફ ધ યર (બોયઝ)
વિધિ બારીયા -પ્રોમિસિંગ પ્લેયર ઓફ ધ યર (ગર્લ્સ)
મિરંત ઇટાલીયા – બેસ્ટ પ્લેયર ઓફ ધ ગુજરાત (મેન્સ)
આહના જ્યોર્જ – બેસ્ટ પ્લેયર ઓફ ધ ગુજરાત (વિમેન્સ)
શફિક શેખ – વેલ્યુએબલ કોન્ટ્રિબ્યુશન ટુ બાસ્કેટબોલ
પ્રણવ પ્રિન્સ – નેશનલ પ્લેયર ઓફ ધ યર (મેન્સ)
પુષ્પા – નેશનલ પ્લેયર ઓફ ધ યર (વિમેન્સ)









આ ઉપરાંત ભાવનગર અને ગુજરાત બાસ્કેટબોલ એસો. દ્વારા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસો.ના તમામ ઉપસ્થિત રહેલા પત્રકારોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. ઉપસ્થિત પત્રકારોમાં કલ્પેશ હડીયલ, અશોક મિસ્ત્રી, શૈલેષ નાયક, સાબુ ચેરિયન, અલી અસગર દેવજાની, ઉદય પટેલનો સમાવેશ થાય છે.
