11 જાન્યુઆરી 2025થી રિલાયન્સ જિયો તેના જિયોએરફાઇબર અને જિયોફાઇબર પોસ્ટપેડ ગ્રાહકો માટે એક આકર્ષક નવો ફાયદો લાવ્યું છે. પાત્રતા ધરાવતા ગ્રાહકોને તેમના પ્લાનમાં મળતાં ફાયદાના ભાગરૂપે 24 મહિના માટે યુટ્યૂબ પ્રીમિયમનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. સમગ્ર ભારતમાં સબ્સ્ક્રાઇબર્સ માટે ડિજિટલ અનુભવને વધારવા માટે જિયો અને યુટ્યૂબ વચ્ચેનો આ નોંધપાત્ર સહયોગ છે.
યુટ્યૂબ પ્રીમિયમ શું ઓફર કરે છેઃ
સબ્સ્ક્રાઇબર્સ તેમના યુટ્યૂબ અનુભવને વધારવાના હેતુ સાથેની વિશિષ્ટ સુવિધાઓનો આનંદ માણશે:
1. એડ-ફ્રી વ્યૂઇંગઃ તમારા મનપસંદ વીડિયોઝ જૂઓ કોઈપણ અડચણ વગર.
2. ઓફલાઇન વીડિયોઝઃ કોઈપણ સમયે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ આનંદ માણવા માટે કન્ટેન્ટ ડાઉનલોડ કરો.
3. બેકગ્રાઉન્ડ પ્લે: અન્ય એપ્સનો ઉપયોગ કરતી વખતે અથવા તમારી સ્ક્રીન બંધ હોય ત્યારે પણ વીડિયો જોવાનું અથવા સંગીત સાંભળવાનું ચાલુ રાખો.
4. યુટ્યૂબ મ્યુઝિક પ્રીમિયમઃ 100 મિલિયનથી વધુ જાહેરાત-મુક્ત ગીતો, પર્સનલાઇઝ્ડ પ્લેલિસ્ટ અને ગ્લોબલ ચાર્ટ-ટોપર્સની વિશાળ લાઇબ્રેરીનો ઍક્સેસ કરો.
પાત્રતા ધરાવતા પ્લાન્સ
આ ઑફર જિયોએરફાઇબર અને જિયોફાઇબર પોસ્ટપેડ ગ્રાહકો માટે નીચેના પ્લાન પર ઉપલબ્ધ છે: ₹888, ₹1199, ₹1499, ₹2499 અને ₹3499.
યુટ્યૂબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન કેવી રીતે એક્ટિવેટ કરવું:
1. સબ્સ્ક્રાઇબ કરો અથવા યોગ્ય પ્લાન પર સ્વિચ કરો.
2. માયજિયો પર તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો.
3. પેજ પર દેખાતા યુટ્યૂબ પ્રીમિયમ બેનર પર ક્લિક કરો.
4. તમારા એકાઉન્ટ વડે યુટ્યૂબમાં સાઇન ઇન કરો અથવા એક નવું બનાવો.
5. તમારા જિયોફાઇબર અથવા જિયોએરફાઇબર સેટ-ટોપ બોક્સ પર તમારા જ ક્રેડેન્શિયલ્સથી લોગઇન કરી જાહેરાત-મુક્ત યુટ્યૂબ કન્ટેન્ટનો આનંદ માણો.
આ સીમાચિન્હ સ્વરૂપ સહયોગ પ્રીમિયમ ડિજિટલ સેવાઓ પહોંચાડવા માટે જિયોની પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને ખાતરી આપે છે કે ગ્રાહકો મજબૂત જિયો નેટવર્ક પર અવિરત, ઉચ્ચ-ગુણવત્તાવાળા કન્ટેન્ટનો આનંદ માણી શકે છે.