
ભાવનગર
ભાવનગરમાં યોજાયેલી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના પડકારનો અંત આવ્યો છે. ગુજરાતની મહિલા ટીમનો ક્વાર્ટર ફાઈનલમાં અને પુરૂષ ટીમનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પરાજય થયો હતો. ગુજરાતની મહિલા અગાઉ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પશ્ચિમ બંગાળને 78-59થી પરાજય આપ્યા બાદ ક્વાર્ટર ફાઈનલમાં ટીમનો રેલવે સામે 99-33થી પરાજય થયો હતો. વિજેતા ટીમ તરફથી સથ્યાએ 17 પીન્ટ નોંધાવ્યા હતા. ગુજરાતની નાઓમી લખનપાલે 13 પોઈન્ટ કર્યા હતા. હવે રેલવે અને તામિલનાડુ વચ્ચે સેમિફાઈનલ રમાશે. દિલ્હીની મહિલા ટીમ સેમિપાઈનલમાં કેરળ સામે રમશે. દિલ્હીએ મહારાષ્ટ્રને 68-27થી પરાજય આપ્યો હતો. ગુજરાતની મેન્સ ટીમનો પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાન સામે 83-93થી પરાજય થયો તો. રાજસ્થાને હાફ ટાઈમ સુધીમાં મેચ પર પકડ જમાવી હતી. જોકે ત્રીજા ક્વાર્ટરમાં ગુજરાતની પુરૂષ ટીમે જોરદાર લડત આપતા એક તબક્કે ચાર પોઈન્ટની લીડ મેળવી હતી. અંતિ ક્વાર્ટરમાં રાજસ્થાને વધુ સારો દેખાવ કરતા 10 પોઈન્ટથી ગુજરાતને હરાવ્યું હતું. મેન્સમાં કર્ણાટકે દિલ્હીને 100-98ના સ્કોરથી પરાજય આપ્યો હતો.