યુનિવર્સિટીઓમાં સાયકોડ્રામાને એક વિષય તરીકે સમાવવા પ્રયાસ કરાશેઃ મીનાક્ષી કિર્તને

Spread the love

અમદાવાદામાં 18-19 જાન્યુઆરીએ ભારતની પ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ યોજાશે

અમદાવાદ

લોકોને માનસિકતાણમાંથી બહાર કાઢવા તથા માનસિકતાણથી બચાવવા માટે અનેક થેરાપી પૈકીની એક સાયકોડ્રામાના વિષયને યુનિવર્સિટીઓના વિષયમાં સમાવાય એવા તમામ સ્તરે પ્રયાસ કરાશે, એમ ભારતમાં સાયકોડ્રામાના સ્થાપક, ડિરેક્ટર મીનાક્ષી કિર્તનેએ જણાવ્યું હતું. તેમણે  માનિસક સ્વાસ્થ્ય સંભાળ માટે કાર્યરત માનસ ધ ઈનસાઈડ સ્ટોરી (એમટીઆઈએસ)ની પહેલ સાયકોડ્રામા ઈન ઈન્ડિયા (પીઆઈએલ) દ્વારા અમદાવાદમાં 18-19 જાન્યુઆરીના રોજ ભારતની પ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સઅંગે માહિતી આપવા દરમિયાન આ વાત કહી હતી. માનસિક સ્વાસ્થ્ય સંભાળના સાયકોડ્રામાના પ્રણેતા –ડૉ. જે.એલ.મોરેનાને યોગદાનના 100 વર્ષની ઉજવણીના ભાગરુપે આ ઈવેન્ટનું આયોજન કરાયું છે.

આ બે દિવસીય ઈવેન્ટમાં વિશ્વભરના જાણીતા સાયકોડ્રેમેટિસ્ટ્સની આગેવાની હેઠળ 13 પ્રાયોગિક વર્કશોપ યોજાશે. જૂથ ઉપચાર અભિગમ. ભાવનાત્મક ઉપચાર, સ્વ-જાગૃતિ અને આંતરવ્યક્તિત્વ જોડાણને પ્રોત્સાહન આપવાની ક્ષમતા માટે જાણીતું, સામૂહિક સંસ્કૃતિ અને માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાતો સંદર્ભે સાયકોડ્રામા ખાસ કરીને ભારત માટે સંબંધિત છે. 

આ કાર્યક્રમમાં માર્સિયા કાર્પ અને ઈવા ફાહલ્સ્ટ્રમ બોર્ગ (સ્થાપક સભ્યો, ફેડરેશન ઓફ યુરોપિયન સાયકોડ્રામા ટ્રેનીંગ ઓર્ગેનાઈઝેશન), ડો. ક્લાર્ક બેઈમ (ભૂતપૂર્વ પ્રમુખ, બ્રિટીશ સાયકોડ્રામા એસોસિયેશન), ડો. જોચેન બેકર  -એબેલ, સવિતા ધવન, અને શ્રી ક્લાઉસ અર્ન્સ્ટ હાર્ટર (જર્મની), તરીકે તેમજ સુશ્રી જુલિયા વિંકલર નન્નાટ્ટુ (એસ્ટોનિયા) સહિતના આંતરરાષ્ટ્રીય દિગ્ગજો ભાગ લેશે. ડૉ. જે.એલ. મોરેનોના પુત્ર, ડૉ. જોનાથન મોરેનો  યુનાઇટેડ સ્ટેટ્સથી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાશે.

ભાગ લેનારા ભારતીય નિષ્ણાતોમાં ડૉ. ટી.ટી. શ્રીનાથ (ચેન્નાઈ), રશ્મિ દત્ત (માલિક, વેદડ્રામ, દિલ્હી), મેગડાલીન જેયરથનમ (સ્થાપક, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયકોડ્રામ, ચેન્નાઈ), મીનાક્ષી કીર્તને (ભારતમાં સાયકોડ્રામાના સ્થાપક, ડિરેક્ટરનો, ચેન્નાઈ) અને કુ. સરિતા શાહ (અમદાવાદ)નો સમાવેશ થાય છે.

ભારતમાં સાયકોડ્રામા નું વિઝન વૈશ્વિક ધોરણો સાથે સમકક્ષ તાલીમ અને પ્રમાણપત્રને પ્રમાણિત કરવા માટે તમામ ભારતીય સંસ્થાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એક કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *