રાહુલ ગાંધી દિલ્હીમાં અચાનક મોટરસાઈકલ માર્કેટમાં પહોંચી ગયા

Spread the love

રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા


નવી દિલ્હી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારની સાંજે અચાનક દિલ્હીના કરોલ બાગના મોટરસાઈકલ માર્કેટ પહોંચ્યા હતા. તેમણે અહીં બજારના કામદારો અને સાયકલ વેપારીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ બાઇક મિકેનિક્સ સાથે વાતચીત કરી અને બાઇક રીપેર કરવાનું શીખ્યા.
રાહુલ ગાંધીએ મિકેનીક્સ સાથેની તેમની વાતચીત દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ” રેંચ(નટ બોલ્ટ ફીટ કરવા માટેનું સાધન) ફેરવવા વાળા અને ભારતના વ્હીલ્સને ગતિમાન રાખનારાઓ પાસેથી શીખી રહ્યો છુ.
કોંગ્રેસ પાર્ટીએ કરોલ બાગના સાયકલ માર્કેટમાં રાહુલ ગાંધીની તસવીરો શેર કરતા કહ્યું કે આ હાથ ભારત બનાવે છે. આવા હાથોને પ્રોત્સાહિત કરવાનું કામ એક લોકનેતા જ કરી શકે છે. દિલ્હીના કરોલ બાગ ખાતે બાઇક મિકેનિક્સ સાથે રાહુલ ગાંધી. ભારત જોડો યાત્રા ચાલુ છે.
જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધી અગાઉ દિલ્હી-ચંદીગઢ રોડ પર ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેણે ટ્રકમાં મુસાફરી કરવાની સાથે તેમની સાથે ભોજન પણ લીધું હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત દરમિયાન અમેરિકામાં ટ્રક ડ્રાઇવરોને મળ્યા હતા. આ પછી તેણે ભારત અને અમેરિકાના ટ્રક ડ્રાઈવરોની કામ કરવાની સ્થિતિની સરખામણી કરી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે ભારતમાં 2025 સુધીમાં બધા જ ટ્રક ડ્રાઈવરો માટે AC કેબીન ફરીયાત કરવાનો નિર્ણય લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *