- એશિયન સ્ટાર્સે છ વિકેટથી અફઘાનિસ્તાન પઠાન પર દિલધડક વિજય મેળવ્યો
- મદન પાલીવાલ મિરાજ સ્પોર્ટ્સ સેન્ટર (એમપીએમએસસી) ખાતે ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ
નાથદ્વારા
રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા પ્રતિષ્ઠિત મદન પાલીવાલ મિરાજ સ્પોર્ટ્સ સેન્ટર (એમપીએમએસસી) ખાતે એશિયન લિજેન્ડ્સ લીગ 2025નો ભવ્ય અને દબદબાભેર પ્રારંભ થયો હતો, જેણે વિખ્યાત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વચ્ચે ક્રિકેટના જંગની એક રોમાંચક સિરીઝ માટેનું મંચ તૈયાર કર્યું હતું. ઉત્સાહી ક્રિકેટ ચાહકોના જોરદાર જયઘોષ વચ્ચે, શરૂઆતના દિવસે અફઘાનિસ્તાન પઠાન્સ અને એશિયન સ્ટાર્સ વચ્ચે એક દિલદડક મેચ જોવા મળી હતી.
પહેલી મેચમાં અફઘાનિસ્તાન પઠાન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બંને ટીમોએ એક્શનથી ભરપૂર ગેમનું વચન આપતી જોરદાર લાઇન-અપ્સનું પ્રદર્શન કર્યું હતું. અસગર અફઘાનની કેપ્ટનશિપ હેઠળના પઠાન્સની ટીમમાં અશરફ પઠાણ, અયાન ખાન, ખાલિદ ખાતિબ, ગુરપ્રીત, મૌસીબ ખાન, મહબૂબ આલમ, ફરમાન અહેમદ, શોએબ ખાન, અસદ પઠાણ અને શહેઝાદ ખાન પઠાણ જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવિષ્ટ હતા. બીજી તરફ, મેહરાન ખાનના નેતૃત્વ હેઠળના એશિયન સ્ટાર્સે દિલશાન મુનાવર, કશ્યપ પ્રજાપતિ, સ્વપ્નિલ પાટિલ (વિકેટકીપર), ઋષિ ધવન, રાઘવ ધવન, અંકિત નરવાલ, પવન સુયાલ, ઈશ્વર પાંડે, ટીનુ કુંડુ અને સરુલ કંવરની મજબૂત ટીમ રજૂ કરી હતી.
રોમાંચક મેચમાંએશિયન સ્ટાર્સે અસાધારણ ક્રિકેટ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું અને6 વિકેટ બાકી રાખીને લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. મેહરાન ખાને 109 રન બનાવીને શાનદાર સદી ફટકારી હતી અને મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. વધુમાં, પવન સુયાલના શાનદાર સ્પેલે નાંખીને પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી હતી અને દર્શકોને ઉત્સાહિત કરીને તેમની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી હતી.
એમપીએમએસસી ખાતે માહોલ ખૂબ જ ઉત્સાહભર્યો હતો. હજારો ક્રિકેટપ્રેમીઓ તેમના મનપસંદ ક્રિકેટ દિગ્ગજોને રમતા જોવા માટે એકઠા થયા હતા. તેમની ઊર્જા, જુસ્સો અને ઉત્સાહે રમત પ્રત્યેના ઊંડા પ્રેમ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટેના મુખ્ય સ્થળ તરીકે નાથદ્વારાના વધી રહેલા મહત્વને દર્શાવ્યું હતું.
નાથદ્વારા શહેર અને એમપીએમએસસી માટે ગર્વની ક્ષણ
એશિયન લિજેન્ડ્સ લીગ 2025નો પ્રારંભ એ મદન પાલીવાલ મિરાજ સ્પોર્ટ્સ સેન્ટર (એમપીએમએસસી) માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જેનેગ્લોબલ સ્પોર્ટિંગ હબ બનવાની કલ્પના કરવામાં આવી છે. એમપીએમએસસી ખાતે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિશ્વ કક્ષાની ક્રિકેટ પીચ અને આંતરરાષ્ટ્રીય સુવિધાઓની ખેલાડીઓ, આયોજકો અને ઉપસ્થિત લોકોએ વ્યાપકપણે પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમથી સ્થાનિક સમુદાયમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી અને તેણે નાથદ્વારાને વિશ્વના રમતગમતના મંચ પર રજૂ કર્યું હતું.
ભવ્ય ઉદ્ઘાટન પર પોતાનો આનંદ વ્યક્ત કરતા, મિરાજ ગ્રુપના ચેરમેન મદન પાલીવાલે જણાવ્યું હતું કે, “એશિયન લિજેન્ડ્સ લીગ 2025ની સફળ શરૂઆત નાથદ્વારા ખાતેના આપણા પોતાના એમપીએમએસસી ખાતે જોવી એ મિરાજ ગ્રુપમાં આપણા બધા માટેગર્વની ક્ષણ છે. અમારું વિઝન હંમેશા એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનું રહ્યું છે જે આપણા શહેરમાં વિશ્વ કક્ષાની રમતો લાવે અને આગામી પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપે. આજની રોમાંચક મેચ અને પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ એમપીએમએસસીને ગ્લોબલ સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે.”
ઉત્સાહમાં વધારો કરતા, મિરાજ ગ્રુપના વાઇસ ચેરમેન મંત્રરાજ પાલીવાલે જણાવ્યું હતું કે“અમે એશિયન લિજેન્ડ્સ લીગ 2025નું આયોજન કરવા અને નાથદ્વારાના એમપીએમએસસીમાં ગ્લોબલ ક્રિકેટ આઇકોન્સનું સ્વાગત કરવા બદલ રોમાંચિત છીએ. અમારો ઉદ્દેશ હંમેશા વિશ્વ-સ્તરીય સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવાનો રહ્યો છે જે પ્રતિભાને પ્રોત્સાહન આપે, સ્પોર્ટ્સ ટુરિઝમ ઊભી કરે અને ગ્લોબલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પ્રદેશનું મહત્વ વધારે. આજની મેચે આગામી આશાસ્પદ અને રોમાંચક સિઝન માટેનો માહોલ ઊભો કર્યો છે.”
વૈશ્વિક રમતગમત વારસાની આશાસ્પદ શરૂઆત
નાથદ્વારાના એમપીએમએસસી ખાતે એશિયન લિજેન્ડ્સ લીગ 2025નું સફળ લોન્ચિંગ એ વૈશ્વિક રમતગમત ક્ષેત્રમાં શહેરના વધતા મહત્વનો પુરાવો છે. વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજો દર્શાવતી આગામી મેચો સાથે, આ ટુર્નામેન્ટ મોટાપાયે પ્રેક્ષકો અને નોંધપાત્ર મીડિયાનું ધ્યાન આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે.
એમપીએમએસસીના મેનેજમેન્ટે ખેલાડીઓ, દર્શકો અને મીડિયા માટે સરળ વ્યવસ્થા ઊભી છે, જે નાથદ્વારાને એક અગ્રણી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્થળ તરીકે સ્થાપિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.