• રિલાયન્સ અને બ્લાસ્ટ ભારતમાં બજારના અગ્રણી આઇપીનું સંચાલન અને નિર્માણ કરવા માટે ભાગીદારી કરશે અને ચાહકો, ખેલાડીઓ અને બ્રાન્ડ્સ માટે બ્લાસ્ટના અગ્રણી વૈશ્વિક આઇપી ભારતમાં લાવશે
• બ્લાસ્ટ વિશ્વના સૌથી મોટા ગેમ પબ્લિશર્સ જેમ કે એપિક ગેમ્સ, વાલ્વ, રાયોટ ગેમ્સ, ક્રાફ્ટોન અને યુબીસોફ્ટ સાથે મળીને અગ્રણી વૈશ્વિક ઇ-સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ બનાવવાનું કામ કરે છે. સંયુક્ત સાહસની મહત્વાકાંક્ષા ભવિષ્યમાં ટોચના સ્તરના ટાઇટલ અને ઇવેન્ટ્સને આકર્ષિત કરવાની છે

મુંબઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડ અને બ્લાસ્ટ એપીએસની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લાસ્ટ ઇ-સ્પોર્ટ્સ લિમિટેડે (“બ્લાસ્ટ”) આજે ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસના સંચાલન માટે એક સંયુક્તસાહસની રચના કરવાના કરાર કર્યાની જાહેરાત છે.
ભારત સૌથી ઝડપથી વિકસતું ગેમિંગ માર્કેટ છે જેમાં ~600 મિલિયનથી વધુ (વૈશ્વિક સ્તરે કુલ ગેમર્સના 18%)નો વિશાળ ગેમર બેઝ છે. ભારતનું ગેમિંગ માર્કેટ ~19%ના સીએજીઆરથી વધીને 2029 સુધીમાં 9.2 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે જે 2024માં 3.8 અબજ યુએસ ડોલર હતું. વૈશ્વિક ઈ-સ્પોર્ટ્સ બજાર 2024માં 2.8 બિલિયન યુએસ ડોલરથી વધીને 2033 સુધીમાં 16.7 બિલિયન યુએસ ડોલર થવાની ધારણા છે, જે ~22%નો સીએજીઆર દર્શાવે છે. ભારતનું ઈ-સ્પોર્ટ્સ બજાર પ્રારંભિક તબક્કામાં છે અને તેની ઉચ્ચ વૃદ્ધિ ધરાવતું બજાર બનવાની અપેક્ષા છે. ભારત સરકારે દેશમાં ઈ-સ્પોર્ટ્સને “મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ” શ્રેણીના હિસ્સા તરીકે જાહેર કરીને તેને સત્તાવાર રીતે માન્યતા આપી છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી બ્લાસ્ટની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઇ-સ્પોર્ટ્સ પ્રોપર્ટીઝ અને પ્રોડક્શન ટેક્નિક્સને ભારતમાં લાવીને આ વૃદ્ધિને વેગ આપવામાં મદદ કરશે, જ્યારે ઝડપથી વિકસતા ગેમિંગ બજારને અનુરૂપ નવી ટુર્નામેન્ટ આઇપીનું સહ-નિર્માણ કરશે.
બ્લાસ્ટ યુરોપ સ્થિત ઈ-સ્પોર્ટ્સ એન્ટરટેઇનમેન્ટ કંપની છે અને વિશ્વના સૌથી મોટા ટુર્નામેન્ટ આયોજકોમાંની એક છે. તેમની પ્રોપર્ટીઝને વિશ્વ-સ્તરીય ઇ-સ્પોર્ટ્સ અનુભવોમાં પરિવર્તિત કરવા માટે બ્લાસ્ટ વિશ્વના શ્રેષ્ઠ ગેમ પબ્લિશર્સ અને બ્રાન્ડ્સ સાથે કામ કરે છે. આ ઇવેન્ટ્સ ટોચની ટીમો અને રમતના સૌથી મોટા સ્ટાર્સને એક મંચ પર લાવે છે કારણ કે તેઓ પ્રસિદ્ધિ અને કરોડો ડોલરના ઇનામો માટે સ્પર્ધા કરે છે, જેમાં 2025માં લંડન, સિંગાપોર, ઓસ્ટિન અને રિયો જેવા વાઇબ્રન્ટ શહેરો માટે એરેના સ્ટોપનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લાસ્ટ તેની અજોડ ઉત્પાદન ગુણવત્તા અને રમતના ચાહકોને પ્રાથમિકતા આપતી એકદમ નવીન પદ્ધતિઓ માટે જાણીતી છે. 2025માં બ્લાસ્ટ ઇવેન્ટ્સને બે અબજ વ્યૂઝ મળવાની, 150થી વધુ દેશોમાં વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચવાની અને 30થી વધુ ભાષાઓમાં પ્રસારિત થવાની અપેક્ષા છે.
બ્લાસ્ટ હાલમાં એપિક ગેમ્સ, વાલ્વ, રાયોટ ગેમ્સ, ક્રાફ્ટોન અને યુબિસોફ્ટ જેવા અગ્રણી ગેમ પબ્લિશર્સ સાથે કામ કરે છે જેથી રોકેટ લીગ, ફોર્ટનાઈટ, રેઈન્બો સિક્સ, પબજી, ડોટા ટુ અને કાઉન્ટર-સ્ટ્રાઈક ટુ જેવા લોકપ્રિય ટાઇટલ માટે ઇ-સ્પોર્ટ્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને ડિલિવરી કરી શકાય – આ બધા ટાઇટલનો કમ્બાઇન એક્ટિવ મન્થ્લી પ્લેયર બેઝ 350 મિલિયનથી વધુ છે. બ્લાસ્ટ તેની અપ્રતિમ ઉત્પાદન ગુણવત્તા અને રમતને માણવાની પદ્ધતિ બદલતી તથા ચાહકોને પ્રાથમિકતા આપવા માટે જાણીતી છે. પ્રસિદ્ધિ અને કરોડો ડોલરના ઇનામો માટે સ્પર્ધા કરવા માટે શ્રેષ્ઠ ટીમો અને સૌથી મોટા સુપરસ્ટાર્સને એકસાથે લાવે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી એક નવી સંયુક્ત સાહસ એન્ટિટી બનાવશે અને તે બ્લાસ્ટની ઇ-સ્પોર્ટ્સ મીડિયા પ્રોડક્શન કુશળતા, પબ્લિશર્સ રિલેશનશિપ, અત્યંત લોકપ્રિય આઇપીનો વિશાળ સમૂહ, અને જિયોની ટેકનોલોજી કુશળતા, અપ્રતિમ ડિસ્ટ્રિબ્યૂશન રીચ અને સ્થાનિક સંબંધોને એકસાથે લાવશે જેથી આ ઉદ્યોગમાં નિરંતર વિકાસ અને નવીનતા માટે જિયોગેમ્સ પ્લેટફોર્મ પર આ ઇવેન્ટ્સનું આયોજન કરી શકાય. આ સંયુક્ત સાહસ સમગ્ર ઇ-સ્પોર્ટ્સ સ્પેક્ટ્રમને સેવાઓ પૂરી પાડશેઃ
• પબ્લિશર્સ અને સ્પોન્સર્સને સર્વિસિઝ
• એન્ડ-ટુ-એન્ડ ટુર્નામેન્ટ મેનેજમેન્ટ
• ટાર્ગેટેડ માર્કેટિંગ
• પ્રોડક્શન અને બ્રોડકાસ્ટિંગ
બ્લાસ્ટના સીઇઓ રોબી ડુએકે જણાવ્યું કે, “ભારત વિશ્વના સૌથી રોમાંચક અને સૌથી ઝડપથી વિકસતા ગેમિંગ બજારોમાંનું એક છે, જ્યાં ઝડપથી વિસ્તરતા ઇ-સ્પોર્ટ્સ પ્રેક્ષકો અને વધુ સ્પર્ધાત્મક ગેમિંગ અનુભવો માટેની તલપ છે. ભારતમાં અજોડ કુશળતા અને પહોંચ ધરાવતી માર્કેટ લીડર રિલાયન્સ સાથે ભાગીદારી કરીને અમારી પાસે સ્થાનિક ઇ-સ્પોર્ટ્સ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાની એક અનોખી તક છે. બ્લાસ્ટ પાસે વૈશ્વિક પ્રેક્ષકો માટે વિશ્વ કક્ષાની ટુર્નામેન્ટ અને મનોરંજન પહોંચાડવાનો સાબિત થયેલો ટ્રેક રેકોર્ડ છે અને અમે એ કુશળતા ભારતમાં લાવવા માટે ઉત્સુક છીએ. આ સંયુક્ત સાહસ માત્ર ભારતીય ઈ-સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વિકસાવવામાં મદદ નહીં કરે પરંતુ સ્થાનિક પ્રતિભાને વૈશ્વિક મંચ પર ચમકવા માટે નવા માર્ગો પણ તૈયાર કરશે.”
રિલાયન્સ સ્પોર્ટ્સના હેડ દેવાંગ ભીમજિયાણીએ જણાવ્યું કે, “અમે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ, જે મોટા ગજાના ગેમિંગ ટાઇટલ માટે સૌથી મોટા ગેમિંગ પબ્લિશર્સ સાથે ભાગીદારીમાં વૈશ્વિક સ્તરે વિશ્વ-સ્તરીય ઇ-સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં અગ્રણી છે. હું રોબી અને તેમની ટીમનું રિલાયન્સ ગ્રૂપમાં સ્વાગત કરું છું. અમને વિશ્વાસ છે કે આ ભાગીદારી સાથે ઇન્ડિયાનું ઇ-સ્પોર્ટ્સ તેની સંપૂર્ણ ક્ષમતાનો અનુભવ કરી શકશે. આ સંયુક્ત સાહસ સાથે રિલાયન્સ રમતગમતમાં તેની રુચિને ઈ-સ્પોર્ટ્સમાં વિસ્તારશે અને સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ અને ટીમોને માર્કેટિંગ અને પ્રમોટ કરવાની રાઇઝની ક્ષમતાનો લાભ લેશે, સાથે જ જિયો તેની ડિસ્ટ્રિબ્યૂશન અને ટેકનોલોજીની કુશળતા પૂરી પાડશે.”