અમદાવાદ
અમદાવાદની એસ મોલ્કેમ એઆઈટીએફ એમટી200 ટેનિસ ટૂર્નામેન્ટના મુકાબલાઓનો પ્રારંભ થયો હતો. મેન્સ સિંગલ્સમાં 30+ની મેચમાં દિમિત્રી બાસ્કોવે 6-0, 6-0થી મૌલિક ચૌહાણને, 35+ની મેચમાં હર્ષવર્ધન થિરાનીએ 6-2, 6-0થી અજય સોધાતરને, 40+ની મેચમાં અનિન્દિતો ગુહાએ નિરવ રાઠો઼ને 6-1, 6-3થી, 45+ની મેચમાં ભરત પરમારે અભિલાષ નાયરને 6-2, 6-4થી, 50+ની મેચમાં લલિત જેટલીએ ભદ્રેશ કુમારને 7-5, 1-6, 10-5થી, 60+ની મેચમાં પરેશ પટેલે મનોજકુમારને 6-2, 6-7, 10-2થી, 55+ની મેચમાં નરેન્દ્ર ચાવડાએ મિનેશ શાહને 6-2, 7-5થી અને 65+ની મેચમાં યોગેશ શાહે રમેશ કુમારને 6-1, 6-3થી હરાવ્યા હતા.
