ભારતમાં ગેમ ડેવલોપમેન્ટ ઇકોસિસ્ટમને સશક્ત બનાવવા માટે, ગેમ ડેવલોપર એસોશિયેશન ઓફ ઇન્ડિયા રજૂ કરે છે, ડેવલોપર ડેઝ 2025ની અમદાવાદ આવૃતિ

Spread the love

ક્રાફ્ટનથી સમર્થ આઇ-હબ ગુજરાત ખાતે 29મી મેના રોજ યોજાશે –

અમદાવાદ

ધ ગેમ ડેવલોપર ઓસોસિયેશન ઓફ ઇન્ડિયા (જીડીએઆઇ) રજૂ કરે છે, ડેવલોપર ડેઝ 2025ની અમદાવાદ આવૃતિ, જે સમગ્ર ભારતમાં ગેમ ડેવલપર્સને સશક્ત બનાવવા માટે એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. ડેવ ડે 2025ની અમદાવાદ આવૃતિ 29મી મેના રોજ નવરંગપુરાના આઇ-હબ, ગુજરાત ખાતે યોજાશે. ક્રાફ્ટન દ્વારા સંચાલિત આ ઇવેન્ટની શ્રેણી 23મી મેના રોજ ચેન્નાઈથી શરૂ થઈ હતી.

ડેવલપર ડેઝ એ એક દિવસીય, શહેર-કેન્દ્રિત ઇવેન્ટ્સ છે, જે સ્થાનિક ગેમ ડેવલપર પ્રતિભાને ઔદ્યોગીક જ્ઞાન, ટેકનિકલ વર્કશોપ અને અર્થપૂર્ણ નેટવર્કિંગ તકો પૂરી પાડીને ઉછેરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મેળાવડા એ ભારતના ગેમ ડેવલપમેન્ટ ક્ષેત્રના વિકાસને ઉત્પ્રેરિત કરવા માટે ડેવલપર્સ, પ્રકાશકો, રોકાણકારો તથા ઇકોસિસ્ટમ સક્ષમકર્તાઓને એકસાથે લાવે છે.

આ કાર્યક્રમની શરૂઆત આઇ-હબ ગુજરાતના હિરણ્મય મહંત દ્વારા “ગુજરાત લીડ્સ ધ વે- અનબ્લોકિંગ ઇન્ડિયા’સ ગેમિંગ પોટેન્શિયલ થ્રુ ઇકોસિસ્ટમ સપોર્ટ” વિષય પર વક્તવ્યથી થશે, ત્યારબાદ સોલ્યુશન્સ લિમિટેડના ભરત પટેલ દ્વારા, “ફ્રોમ ગુજરાત ટુ ધ વર્લ્ડ: હાઉ વી આર પાવરિંગ ઇન્ડિયા’સ નેક્સ્ટ ગેમિંગ રેવોલ્યુશન” વિષય પર વક્તવ્ય આપવામાં આવશે. બપોરના સત્રમાં “આઉટસોર્સિંગ ગેમ ડેવલોપમેન્ટ ફ્રોમ ગુજરાત- સ્કેલિંગ ગ્લોબલી, બિલ્ડિંગ લોકલી” વિષય પર રસપ્રદ પેનલ ચર્ચા કરવામાં આવશે, જેમાં આર્ટૂન સોલ્યુશન્સના સાની ત્રિવેદી, કેપરમિન્ટના વિવેક શાક તથા યુડીઝ સોલ્યુશન્સના હિતેન ડોડિયા ભાગ લેશે.

ડેવલપર ડેઝ 2025માં ગેમ ડિઝાઇન, પ્રોગ્રામિંગ, કળા, લીગલ ફ્રેમવર્ક, ફંડ ઊભું કરવા અને પ્રકાશન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને આવરી લેતા વિવિધ પ્રકારના વર્કશોપ અને માસ્ટરક્લાસ તથા રોકાણકારો, સ્ટુડિયો હેડ અને માર્ગદર્શકોની સાથે પેનલ ચર્ચાઓ પણ કરવામાં આવશે, જે વ્યવસાયિક વ્યૂહરચના, કૌશલ્ય અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જીડીએઆઇ ડેવ ડેઝ વિશે બોલતા, જીડીએઆઇના અધ્યક્ષ શ્રીધર મુપ્પીડીએ જણાવ્યું હતું કે, “આ વર્ષના ડેવલપર ડેઝ દ્વારા સમગ્ર ભારતમાં એક જીવંત અને સમાવિષ્ટ ગેમ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ઔદ્યોગિક જ્ઞાન અને તકોને પ્રાદેશિક કેન્દ્રોમાં લઈ જઈને, અમે પ્રતિભાશાળી સર્જકો અને ભારતના ગેમિંગ લેન્ડસ્કેપના ભાવિષ્યના નેતાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્કને સશક્ત બનાવી રહ્યા છીએ.”

આ વર્ષે ડેવ ડેઝમાં ખાસ તૈયાર કરવામાં આવેલી રોકાણકારો-પબ્લિશર મીટઅપ્સ પણ હશે જેથી નવી ભાગીદારીને પ્રોત્સાહન મળે અને સ્થાનિક સ્ટુડિયો અને ડેવલપર્સને પણ તેમની રમતો અને પ્રોટોટાઇપ્સને વિશાળ પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવા સમર્થ બનાવી શકાય. અમદાવાદ પછી ડેવલપર ડેઝ 2025 3જી જૂને બેંગ્લોર જશે.

ક્રાફ્ટન ઇન્ડિયાના સીઇઓ સીન હ્યુનિલ સોહને ઉમેરે છે, “ભારતમાં ગેમ ડેવલપમેન્ટમાં અપાર સંભાવનાઓ છે, અને જીડીએઆઇ દ્વારા ડેવલપર ડેઝ જેવી પહેલ તે વાયદાને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ક્રાફ્ટન ખાતે, અમે નવીનતાને પ્રોત્સાહન આપવા, પ્રતિભાને સમર્થ બનાવવા તથા વિશ્વના સૌથી આકર્ષક ગેમિંગ બજારોમાંના એકના એક સમૃદ્ધ ગેમ ડેવલપમેન્ટ સમુદાય બનાવવાના પ્રયાસોને સમર્થન આપવાનો ગર્વ છે. ક્રાફ્ટન ઇન્ડિયા ગેમિંગ ઇન્ક્યુબેટર (કેઆઇજીઆઇ) દ્વારા, અમે ભારતમાં ગેમ ડેવલપર્સને પોષવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, અને જીડીએઆઇ સાથેનો આ સહયોગ તે યાત્રામાં એક અર્થપૂર્ણ પગલું છે.”

આ વર્ષના ડેવલપર ડેઝ ક્રાફ્ટન દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં ચેન્નાઈ, કોચીન અને બેંગ્લોરમાં એસોસિયેટ સ્પોન્સર તરીકે પ્લે સુપર ક્લબ જોડાઈ રહ્યું છે, જ્યારે ચેન્નાઈમાં વેલોડિન પણ જોડાઈ રહ્યું છે. જીડીએઆઇને કેરળમાં કેરળ સ્ટાર્ટઅપ મિશન (કેએસયુએમ), કર્ણાટકમાં કેટેક, અમદાવાદમાં આઇ-હબ ગુજરાત અને ચેન્નાઈમાં આઇઆઇટી મદ્રાસ અને એક્સટીઆઇસી  જેવા ઇકોસિસ્ટમ ભાગીદારો દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે, જે બધા સ્થાનિક પ્રતિભા અને નવીનતા હબના નિર્માણ અને સંવર્ધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *