રથયાત્રાના પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોશાળાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે અને બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી ધોરણ – ૧ થી ૨ બાળકો માટે “રથયાત્રાનાં ચિત્રમાં કલર પુરાવાની સ્પર્ધા”, ધોરણ – ૩ અને ૪ બાળકો માટે “કાગળમાંથી વિવિધ રથયાત્રા ને લાગતાં નમુના” તેમજ ધોરણ– ૫ થી ૭ બાળકો માટે “થ્રીડી રથ મેકિંગ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ જૂની કોમ્પેક્ટ ડિસ્ક, કાર્ડબોર્ડ, માચીસનું ખોખું, શુઝ બોક્ષ્, માચીસની સળીનો તેમજ અનેક રંગીન પેપરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની સુશોભિત, રચનાત્મક મોડેલો તેમજ ૩–ડી ચિત્રો બનાવીને ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે તેવી પ્રાર્થના કરી હતી.
હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં રથયાત્રા નિમિત્તે ચિત્ર – કાગળમાંથી રથયાત્રાના મોડલ – થ્રીડી રથ મેકિંગ સ્પર્ધા
