ગાંધીધામ
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના નેજા હેઠળ અને કચ્ચ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ના ઉપક્રમે યોજાનારી દીનદયાલ પોર્ટ ઓથોરિટી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2025 નો 26મી જૂન થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ન ચિત્રાક્ષ ભટ્ટ અને ગાંધીનગર ની રાધાપ્રિયા ગોયેલ અનુક્રમે મેન્સ અને વિમેન્સ કેટેગરી માં ફેવરિટ તરીકે પ્રારંભ કરશે. 26મી થી 29મી જૂન દરમિયાન આ ટુર્નામેન્ટ અહીંના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાશે.

આ ટુર્નામેન્ટમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડી.પી.એ.), કંડલા ટાઇટલ સ્પોન્સર છે જ્યારે સ્ટિગા તેનું ઇક્વિપમેન્ટ પાર્ટનર છે.
બંને ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા આ મહિનાના પ્રારંભે ભાવનગર માં યોજાયેલી પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ કેટેગરીમાં ચેમ્પિયન બન્યા હતા. જો કે સુરતની ફિલઝાહ ફાતીમા કાદરી અને ફ્રેનાઝ છિપીયા ગાંધીધામ માં રાધાપ્રિયા ની સફળ આગેકૂચ અટકાવે તેવી અપેક્ષા રખાય છે.
આ ટુર્નામેન્ટમાં 515 એન્ટ્રી મળી છે જેમાં મોટા ભાગના મોખરાના ખેલાડીઓ (જુનિયર્સ) ભાગ લેનારા છે જેમાં રિયા જયસ્વાલ, પ્રથા પવાર, મૌબોની ચેટરજી, જન્મેજય પટેલ, આયુષ તન્ના, દાનિયા ગોદીલનો સમાવેશ થાય છે.
સ્થાનિક ખેલાડી ધ્રુવ બાંભણી (અંડર-13 અને અંડર-15 બોયઝ), રેહાંશ સિંઘવી (અંડર-11 બોયઝ), યુગપ્રતાપ સિંઘ (અંડર-13 બોયઝ), સિદ્ધિ સિંઘવી (અંડર-13 ગર્લ્સ), આરવ સિંઘવી (અંડર-15 બોયઝ), અનાઈશા સિંઘવી (અંડર-15 અને અંડર-17 ગર્લ્સ), નૈરિત વૈદ્ય (અંડર-15 બોયઝ) પાસેથી સફળતાની અપેક્ષા રખાય છે.
કે.ડી.ટી.ટી.એના પ્રમુખ તુલસી સુજાને જણાવ્યું હતું કે “આપણા રાજ્યકક્ષા ના રમતવીરો માટે સર્વશ્રેષ્ઠ વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે અમે સ્પોન્સર ડી.પી.એ. ના આભારી છીએ જેઓ 2024-25 માં તેમના 150+ MMT હેન્ડલિંગની ઉજવણી કરી રહ્યા છે.” તેમ તેમણે જણાવ્યું હતું.
કેડીટીટીએ ના સેક્રેટરી મનીષ હિંગોરાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “ટુર્નામેન્ટ માટે આઠ સ્ટિગા ટેબલનો ઉપયોગ કરાશે. 20 જેટલા ક્વોલિફાઇ ટેકનિકલ ઓફિશિયલ્સ આ ટુર્નામેન્ટ સરળ રહે તે માટે ફરજ બજાવશે.” તેમ તેમણે ઉમેર્યું હતું.
