મુંબઈ
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય સ્થાનિક શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે તેજી નોંધાવનાર સેન્સેક્સ બુધવારે 208 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 18,300ની નીચે રહ્યો હતો. ફાર્મા સેક્ટરના શેરમાં વધારો નોંધાયો હતો, પરંતુ ફાઇનાન્સ અને મેટલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. જિંદાલ સોના શેરમાં 7 ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ, જે સતત બે દિવસના વધારા સાથે બંધ રહ્યો હતો તે 6 ટકા ઘટ્યો હતો.
ભારતીય સ્થાનિક શેરબજારમાં બુધવારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 208.01 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 61,773.78 પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી-50 62.60 પોઈન્ટ અથવા 0.34 ટકા ઘટીને 18,285.40 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોના સંવેદનશીલ સૂચકાંકના 12 શેરો લાલ નિશાન સાથે બંધ થયા છે, જ્યારે બાકીના 18 શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.
સુદર્શન કેમિકલ્સ બુધવારે ટોપ ગેનર્સમાં હતું. આ શેરમાં 11.87 ટકાનો ઉછાળો નોંધાયો હતો.. દીપક નાઈટ્રેટ લિમિટેડનો શેર 9.49 ટકા વધ્યો હતો. એબીસીસી ઈન્ડિયાનો શેર 7.58 ટકા વધ્યો હતો. રિયલ એસ્ટેટ સેક્ટરના ઈન્ડિયા બુલ્સ રિયલ એસ્ટેટનો શેર 8.64 ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેન્ક, આઇટીસી, ટાઇટનના શેરમાં 1 ટકાથી વધુની મજબૂતી નોંધાઇ હતી. જ્યારે પાવરગ્રીડ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટેક મહિન્દ્રા, એનટીપીસી, વિપ્રોના શેરમાં થોડો વધારો નોંધાયો હતો.
બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ટોપ લૂઝર્સની યાદીમાં રહ્યો હતો. છેલ્લા બે દિવસથી રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહેલો આ સ્ટોક બુધવારે 6 ટકા ઘટીને રૂ. 2475.60 પ્રતિ શેરના ભાવ સાથે બંધ થયો હતો. તે જ સમયે, કમિન્સ ઈન્ડિયા લિમિટેડના શેરમાં 5.31 ટકાનો ઘટાડો થયો હતો. ફ્યુચર કન્ઝ્યુમરના શેરમાં 4.76 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્હોન્સન કંટ્રોલ્સ હિટાચી એરનો શેર 4.37 ટકા અને ડીએસજે કેમ લર્નિંગનો શેર 4.17 ટકા ઘટ્યો હતો. તે જ સમયે, ટાટા મોટર્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસીના શેરમાં 2 ટકાથી ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન લીવર, કોટક બેંક, નેસ્લેના શેર નજીવો તૂટ્યો હતો.