અમદાવાદ
વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ સ્કૂલ કેમ્પસમાં તારીખ 15 ઓગસ્ટ 2025 ના રોજ 79 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પારૂલ યુનિવર્સિટીનાં ઉપપ્રમુખ પારૂલ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું .મુખ્યમહેમાન પારુલ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે અહિંસા, પ્રેમ, કરુણા અને ભાઈચારાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ કરી દુનિયામાં ભારતનું નામ સર્વોચ્ચ શિખરે સ્થાપિત કરીએ, ત્યારે આઝાદીનું ઉજ્જવલ સ્વપ્ન પૂર્ણ થશે.આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટનાં પ્રમુખ તથા રાજ્યસભાનાં સાંસદ સભ્ય નરહરી અમીન તથા ઉપપ્રમુખનીતા અમીન,મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, ટ્રેઝરર વિજુલ અમીન, સેક્રેટરી રમેશ સી પટેલ, જોઇન્ટ સેક્રેટરી પંકજ દેસાઇ, સી.ઇ.ઓ. ભગવત અમીન તથા શાળાનાં દરેક વિભાગના આચાર્યો, સાંધ્યજીવન કુટિરના વડીલો અને શાળાનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
