આર્થા ભારતે 3 અબજ ડોલરની એયુએમ હાંસલ કરવા માટે વૈશ્વિક વિસ્તરણ યોજના જાહેર કરી

Spread the love

ગિફ્ટ સિટી, ભારત/અબુ ધાબી

આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીએ વર્ષ 2030 સુધીમાં 3 અબજ ડોલરની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સુધી પહોંચવાના તેના મહત્વાકાંક્ષી ધ્યેયના ભાગરૂપે વૈશ્વિક વિસ્તરણ યોજના રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આર્થા ભારત ગિફ્ટ સિટીમાં મોરિશિયસથી તેના સ્પેશિયલ સિચ્યુએશન ફંડની ડોમિસાઇલ શિફ્ટ કરનારી તે પહેલી કેટેગરી 3 એઆઈએફ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર છે.

ગિફ્ટ સિટીમાં કામ કરતા સૌથી મોટા ફંડ મેનેજમેન્ટ એકમોમાં પહેલેથી સ્થાન ધરાવતી આર્થા ભારત મધ્ય પૂર્વમાં તેની હાજરી વિસ્તારી રહી છે. કંપની અબુ ધાબી ગ્લોબલ માર્કેટ્સ (એડીજીએમ)માં હાજરી સ્થાપવાની પ્રક્રિયામાં છે જ્યાં તે સોવરેન અને ક્વાસી-સોવરેન ફંડ્સમાં વધી રહેલા સંસ્થાકીય રસ તથા ભારતીય ડાયસ્પોરા બંનેમાં મજબૂત તકો જોઈ રહી છે.

આર્થા ભારત ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ આઈએફએસસી એલએલપીના મેનેજિંગ પાર્ટનર સચિન સાવરીકરે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વ એ ભારતીય ડાયસ્પોરાના સૌથી મોટા કેન્દ્રો પૈકીનું એક છે અને ભારતમાં ઇનવાર્ડ રેમિટન્સ ખેંચી લાવનારા મહત્વના પરિબળો પૈકીનું એક રહ્યું છે. અમે મુબાદલા, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી જેવા સોવરેન ફંડ્સ દ્વારા ભારતમાં વધુ રોકાણો જોયા છે. જીસીસી માર્કેટ્સમાં એચએનઆઈ, ફેમિલી ઓફિસ અને એસડબ્લ્યુએફની વધી રહેલી સંભાવનાઓને ઝડપવા માટે અમે અબુ ધાબી ગ્લોબલ માર્કેટ્સમાં કામગીરી ઊભી કરવાની પ્રક્રિયામાં છીએ.

ગિફ્ટ સિટીમાં 2,300 ચોરસ ફૂટ લીઝ્ડ ઓફિસમાં તાજેતરમાં કામગીરી શરૂ કરનારી કંપનીએ દુબઈમાં 10 સીટર, 1,200 ચોરસ ફૂટ ઓફિસ પણ શરૂ કરી છે અને આટલા જ કદની બીજી ઓફિસ અબુ ધાબી ગ્લોબલ માર્કેટ્સમાં ઊભી કરવાની યોજના છે.

આર્થા ભારત નીચે મુજબની તેની વ્યૂહરચનાઓમાં મૂડી ખેંચી લાવવા માટે નોન-યુએસ ઇન્વેસ્ટર્સ માટે ફીડર ફંડ્સ ઊભા કરવાની યોજના ધરાવે છેઃ

•     આર્થા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ – ભારતના સૌથી મોટા વિદેશી ડિસ્ટ્રેસ્ડ ડેટ ફંડ્સમાંનું એક, જે તેના 7 વર્ષના સમયમાં માત્ર 2 વર્ષમાં 6 ગણું વળતર આપી ચૂક્યું છે.

•     આર્થા ગ્લોબલ મલ્ટીપ્લાયર ફંડ – યુ.એસ. બજારોને લક્ષ્ય બનાવતું લોંગ-શોર્ટ હેજ ફંડ, જેણે 2.5 મહિનાથી ઓછા સમયમાં 13.4 ટકાનું સંપૂર્ણ વળતર આપ્યું છે.

•     આર્થા ભારત એબ્સોલ્યુટ રિટર્ન ફંડ – એક યુએસડી-ડીનોમિનેટેડ આર્બિટ્રેજ ફંડ જે ઇક્વિટી, કોમોડિટીઝ અને વ્યાજ દરના ફ્યુચર્સમાં રોકાણ કરે છે જેનો ઉદ્દેશ્ય ટૂંકા ગાળાના સરપ્લસને રોકવા માટે નિશ્ચિત આવકના માર્ગો સામે સ્પર્ધાત્મક વળતર પૂરું પાડવાનો છે.

અમારું માનવું છે કે અમારા સમજદાર રોકાણકાર વર્ગને સ્પર્ધાત્મક જોખમ-સમાયોજિત વળતર પૂરું પાડવાથી, ઉચ્ચ નૈતિકતા અને પ્રામાણિકતા સાથે, અમને વૈશ્વિક રોકાણ ક્ષેત્રે હકારાત્મક છાપ ઊભી કરવામાં અને અમારા મહત્વાકાંક્ષી લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળશે એમ સાવરિકરે ઉમેર્યું હતું.

લગભગ બે દાયકાથી ઓમાનમાં કાર્યરત અને બેંક મસ્કતમાં લાંબો સમય કામ કરી ચૂકેલા સાવરીકરને જીસીસી બજારોમાં રોકાણ અને સંચાલનનો સારો અનુભવ છે.

મધ્ય પૂર્વમાં પ્રવેશ કરવા ઉપરાંત આર્થા ભારત મોરિશિયસમાં પોતાની ઓફિસ પણ સ્થાપી રહ્યું છે જેથી યુ.એસ. રોકાણકારો માટે ફીડર ફંડ્સ ઊભા કરી શકાય જે તેના ગિફ્ટ સિટી સંચાલિત ફંડમાં રોકાણ કરશે.

વૃદ્ધિને ટેકો આપવા માટે, કંપનીએ ભારતના ગિફ્ટ સિટીમાં શિલ્પ ટ્વીન ટાવર્સમાં 7,500 ચોરસ ફૂટની માલિકીની ઓફિસ ખરીદવા માટે રૂ. 7.5 કરોડનો સોદો પણ કર્યો છે, જે તેની વર્તમાન જગ્યાને ત્રણ ગણી વધારીને મોટી ઇન્વેસ્ટમેન્ટ ટીમને સક્ષમ બનાવે છે.

વિવિધ વિસ્તારોમાં ડાયવર્સિફિકેશન કરીને અને વિવિધ લિક્વિડિટી પૂલનો ઉપયોગ કરીને, આર્થા ભારત અપેક્ષા રાખે છે કે તેનું વૈશ્વિક વિસ્તરણ 2030 સુધીમાં 3 બિલિયન યુએસ ડોલરના એયુએમના સીમાચિહ્ન સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *