ભાવનગર
30 મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબાલ ચેમ્પિયનશિપ, રાજ માતા જીજાબાઈ ટ્રોફી 2025-26,ભાવનગર, ગુજરાતમાં એમ.કે. ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉંડ ખાતે યોજાઈ છે.
ગ્રુપ Hની મેચો ભાવનગરમાં રમાઈ,ગ્રુપ Hમાં હોમ ટીમ ગુજરાત, ઉપરાંત ગોવા, મધ્ય પ્રદેશ અને મહારાસ્ટ્રની ટીમો છે.
ગુજરાત ની. ટીમ ના ખેલાડીઓના નામ
તન્વી મવાણી, ઊર્મિલાબેન ઠાકોર, સબનમબાનું રાઠોડ, માયા રબારી, ભરતી બારોટ, સયાલ ગુંધિયા, ખુસ્બુ સરોજ, જીલ કુમારી ડામોર, અંજનબેન ઠાકોર, ભૂમિષા દ્રવિડ, મંજુ ગુધિયા, દિવ્યા દરોદરા, ખુશી શેઠ, જાનકી ઠાકોર, નાઝબનું શેખ, શુભાંગી સિંગ, મિસબાબનું સંધી, દૃષ્ટિ પંથ, મધુબાલા આલ્વે અને મિત્તલ ડાભી.
પ્રથમ મેચમાં ગોવાએ મહારાસ્ટ્ર સામે 4-1 થી વિજ્યી મેળવ્યો હતો..
ગુજરાતે પોતાની મેચમાં શરૂઆતથીજ મધ્ય પ્રદેશની ટીમ પર પકડ જાળવીને ખુશ્બુ સરોજ દ્વારા 14મી મિનિટે ગોલ કરી ગુજરાતને લીડ અપાવી હતી.,બીજા ૨ ગોલ 43 અને 71 મી મિનિટે ખુશ્બુ દ્વારા ફટકારાયા હતા. નાઝબનું સંધી દ્વારા 2 ગોલ અને મધુબાલા આલ્વે દ્વારા પણ 3 ગોલ કરાયા હતા. ગુજરાતે પોતાની પહેલી મેચ 8-0 થી જીતી લીધી હતી.
ગુજરાતની બીજો મેચ 12.9.25 ના દિવસે મહારાસ્ટ્ર ની ટીમ સામે છે.
