સિનિયર સિટીઝન્સ ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

એવેન્જર સિનિયર સિટિઝન અમદાવાદ દ્વારા મણિપુર, બોપલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરે રાજ્યની આઠ સિનિયર્સની ટીમો વચ્ચે એક દિવસની ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 60 વર્ષથી વધુની વયના સિનિયર્સ સાથેની સુરેન્દ્રનગર, વડોદરા અને ગાંધીનગર, અમદાવાદ એમ આઠ ટીમો વચ્ચેનો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. સવારે શરૂ થયેલી સ્પર્ધામાં કુલ સાત મેચો રમાઈ હતી અને સાંજે તેની ફાઈનલ સુરેન્દ્રનગર અને વડોદરાની ટીમો વચ્ચે રમાઈ હતી જેમાં સુરેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી.

સ્પર્ધાના સફળ આયોજનમાં એવેન્જર સંસ્થાના પ્રમુખ ડૉક્ટર નરેન્દ્ર લવિંગીયા , વાઈસ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર ફોફરીયા, કન્વીનર હિતેન્દ્ર રઘુવંશી, સેક્રેટરી હર્ષદ નાયક, કમલેશ ઓઝા,હર્ષદ ચુડાસમા, રાકેશ શુક્લા,તથા ડૉ.રાજેશ પટેલે સક્રિય ભૂમિકા નિભાવી હતી. આ સ્પર્ધાને નિહાળવા પૂર્વ ક્રિકેટર અને આઈપીએસ અધિકારી શૈલેષ રઘુવંશી, જાણીતા સ્પોટર્સ પત્રકારો ખાસ હાજર રહ્યા હતા. સંસ્થા દ્વારા આ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે એક પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. સંસ્થા નજીકના ભવિષ્યમાં ટીમોની સંખ્યા વધારીને 16 કરવા તથા રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધા યોજવા પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *