ડબલ ઓલિમ્પિયને 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે જ સતત બે સિલ્વર મેડલ અને 4×100 મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદ
50 મીટર બેકસ્ટ્રોક ગોલ્ડની તક હતી પણ એક પછી એક સ્પર્ધાથી થાકને લીધે પરફોર્મન્સને અસર થઈ, એમ ભારતીય સ્વિમિર શ્રી હરિએ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની પ્રભાવશાળી શરૂઆત પછી, ડબલ ઓલિમ્પિયન શ્રીહરિ નટરાજે તેના પ્રદર્શન અને પ્રથમ દિવસના પરિણામો પર વાત કરતા કહ્યું હતું.
પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોક ઇવેન્ટમાં સતત સિલ્વર મેડલ જીત્યા બાદ, શ્રીહરિ છેલ્લે પૂલમાં આવ્યો અને ભારતને 4×100 મીટર મેડલી રિલેમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં મદદ કરી.

આ મેડલથી 16 વર્ષની રાહનો અંત આવ્યો. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં ભારતીય તરવૈયાઓએ છેલ્લી વખત 2009માં ચીનમાં મેડલ જીત્યો હતો, જ્યાં વિધાવલ ખાડે, સંદીપ સેજવાલ અને એરોન ડિસોઝાએ ભારત માટે મેડલ જીત્યા હતા.
“આ અમારા અભિયાનની શાનદાર શરૂઆત હતી. અમારામાંથી કેટલાકની અપેક્ષા મુજબ, તે પહેલા દિવસ કરતાં ઘણો સારો હતો. અમે વધુ મેડલ જીતવાની નજીક પહોંચ્યા હતા, પરંતુ ધીનિધિ (200 મીટર ફ્રીસ્ટાઇલમાં પાંચમાં) અને રોહિત (100 મીટર બટરફ્લાયમાં ચોથા) સ્થાને રહી પોતપોતાની ઇવેન્ટમાં મેડલ જીતવાથી ચૂકી ગયા. અમને બધાને વિશ્વાસ હતો કે રોહિત પણ મેડલ જીતશે. આ એક યુવા ટીમ છે જેમાં સારી ઊંડાઈ છે. ઘણા ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા છે, અને તે પોતે જ એક સારી શરૂઆત છે. આ આગામી ત્રણ દિવસ માટે દરેકને પ્રેરિત રાખશે,”
બેંગલુરુની જૈન ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટીમાંથી એમબીએ કરી રહેલા 24 વર્ષીય શ્રીહરિએ કહ્યું, “હીટ્સ મારા માટે શ્રેષ્ઠ ન હતી. મને બહુ સારું લાગતું ન હતું, અને મને 200 મીટર ફ્રીસ્ટાઇલ માટે લેન 1 માં મૂકવામાં આવ્યો, જે હું ઇચ્છતો ન હતો. લેન 1માં તરવું એ એક આશીર્વાદ સાબિત થયું. બીજું 50 મીટરમાં, મેં આંખ બંધ કરીને સ્વિમિંગ કર્યું, અને છેલ્લે 50 મીટરમાં પણ, હું મારા સ્પર્ધકોને જોઈ શકતો ન હતો, પરંતુ ક્યારેક તે સારું હોય છે. રેસ પછી, મને સમજાયું કે સ્ટેન્ડ ભરેલા હતા અને બધા મને ઉત્સાહિત કરી રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીની સામે મેડલ જીતવો એ ખાસ હતું. વિજય સમારંભ દરમિયાન પણ, પ્રેક્ષકોએ ખૂબ ઉત્સાહથી તાળીઓ પાડી, જે મેં પહેલાં ક્યારેય અનુભવ્યું ન હતું.
200 મીટર ફ્રીસ્ટાઇલમાં સફળતા પછી તરત જ 50 મીટર બેકસ્ટ્રોકમાં તરવું, શ્રીહરિને લાગ્યું કે તે એક આઘાતજનક બાબત છે. તે માને છે કે 50 મીટર બેકસ્ટ્રોક ગોલ્ડ મેડલ જીતવાની તેની શ્રેષ્ઠ તક હતી. ” તેના વિશે શ્રી હરિએ કહ્યું કે, “50 મીટર બેકસ્ટ્રોક એક એવો ગોલ્ડ મેડલ હતો જે હું જીતી શક્યો હોત. મારો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ ત્યાં હતો. પરંતુ તે પહેલાંની એક ઇવેન્ટ અને સવારે બે સ્વિમિંગ હીટ સાથે, મને થાક લાગી ગયો હતો.”
મધ્યમ-અંતરના સ્વિમિંગમાં પરિવર્તન અને 200 મીટર ફ્રીસ્ટાઇલ પર ધ્યાન કેન્દ્રીત કરવાના આ પરિવર્તનનો આનંદ કેવી રીતે માણી રહ્યો છે, અને એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ બે મુખ્ય ઇવેન્ટ્સ માટે કેવી તૈયારીઓ છે તેના વિશે વાત કરતા, શ્રીહરિએ કહ્યું, “હું હજુ પણ બેકસ્ટ્રોક સ્વિમિંગ કરીશ. 200 મીટર ફ્રીસ્ટાઇલ એક એવી ઇવેન્ટ છે જે હું વય-જૂથના ખેલાડી તરીકે સ્વિમિંગ કરતો આવ્યો છું. અને હું કોઈ ખાસ તાલીમ વિના પણ તેને સારી રીતે સ્વિમ કરું છું. મારા સ્ટ્રોકમાં મારી લય સારી છે, હું સારી તાલીમ લઉં છું. આ સિઝન બેકસ્ટ્રોકથી ફ્રીસ્ટાઇલ સ્વિમિંગમાં સંપૂર્ણ સંક્રમણ રહી છે, અને 200 મીટર ફ્રીસ્ટાઇલમાં 1:48 બ્રેક કરી શક્યો તે સારું છે, અને એક સેકન્ડ બ્રેક કરવો ખૂબ સામાન્ય નથી, પરંતુ હું તે કરી શક્યો. તેથી, આવતા વર્ષે આ ઇવેન્ટ પર મારે ઘણું કામ કરવાનું રહેશે.”
શ્રીહરિ પાસે હજુ પણ થોડી ઇવેન્ટ્સમાં મેડલ જીતવાની તક છે. તે 100 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બેકસ્ટ્રોક, 4×200 મીટર ફ્રી સ્ટાઇલ રિલે, 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ભાગ લેતો જોવા મળશે.
