જાડેજાના જાદૂ સામે વેસ્ટઈન્ડિઝ ઘૂંટણિયે, પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ્સ 140 રનથી પરાજય

Spread the love

અમદાવાદ

ટી 20 બાદ હવે ટેસ્ટમાં પણ ભારતના વિજયના શ્રીગણેશ થયાં છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 140 રનથી હરાવીને પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. 2 ટેસ્ટમાં હવે ભારતે 1-0થી આગળ થયું છે. ભારતે 3 જ દિવસમાં વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણીએ પાડી દીધું હતું.

રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. સદી ફટકારવા ઉપરાંત, તેણે બીજી ઇનિંગમાં ચાર વિકેટ લીધી હતી. મેચમાં, ભારતીય ટીમે પોતાનો પહેલો દાવ 5 વિકેટે 448 રન પર ડિકલેર કર્યો હતો. ભારતે પોતાના પહેલા દાવના આધારે 286 રનની લીડ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેની પહેલી ઈનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ બીજા દાવમાં પણ ખરાબ પ્રદર્શન કર્યું. મુલાકાતી ટીમે 50 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી.

ટીમ ઈન્ડિયાના 3 ક્રિકેટરોએ સદી ફટકારી

ભારતની પહેલી ઇનિંગમાં કેએલ રાહુલ, ધ્રુવ જુરાલ અને રવિન્દ્ર જાડેજાએ સદીનું યોગદાન આપ્યું. ઓપનર કેએલ રાહુલે 179 બોલમાં 100 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા ચોગ્ગાનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરાલે 210 બોલમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા. જ્યારે જાડેજાએ 176 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 104 રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ

આ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને રમવાં જ દીધા નહોતા. વેસ્ટ ઈન્ડિઝનો એક પણ બેટર અડધી સદી પણ ફટકારી શક્યો ન હોતો. બીજી ઇનિંગ્સમાં રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ લીધી. કુલદીપ યાદવે બે વિકેટ લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *