પ્રો-વોલીબોલ લીગઃ ગોવા ગાર્ડિયન્સે અમદાવાદને પાંચ સેટના રોમાંચક મુકાબલામાં હરાવી પ્રથમ જીત મેળવી

Spread the love

અમદાવાદ

ગોવા ગાર્ડિયન્સે મંગળવારે હૈદરાબાદના ગચીબાઉલી ઈન્ડોર સ્ટેડિયમમાં સ્કેપિયા દ્વારા સમર્થિત આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ રોમાંચક 13-15, 15-11, 9-15, 18-16, 19-17ની સ્કોરલાઈન સાથે અમદાવાદ ડિફેન્ડર્સ વિરુદ્ધ જીત મેળવી હતી. રોહિત યાદવ મેન ઓફ ધ મેચ રહ્યો હતો.


આ ગેમમાં ઘણાં ઉતારચઢાવ જોવા મળ્યા હતા અને બંને ટીમોએ અંતિમ ક્ષણ સુધી લડત આપી હતી. જોકે, અંતિમ મિનિટે ગોવા એ બાજી મારી હતી.
પ્રથમ અમુક મિનિટોમાં ભરપુર ડ્રામા જોવા મળ્યો. જેમાં રિવ્યૂ કોલ, સુપર સર્વ અને અથક પ્રયાસો થકી બંને ટીમો લીડ મેળવવામાં લાગેલી હતી. અંગામુથુ, શૉન ટી અને બટ્ટુર બત્સુરી વચ્ચે કેપ્ટન અને સેટર મુથુસામી અપ્પાવુ પાસે અટેક માટે ઘણાં વિકલ્પ હતા.
જ્યારે ગોવા માટે કેપ્ટન ચિરાગ યાદવ સાથે વિદેશી ખેલાડી જેફરે મેન્ઝેલ અને નાથાનિયલ ડિકિન્સન એ ટીમના અટેકનું નેતૃત્ત્વ કર્યું હતું. ગોવા માટે પ્રિન્સ ડિફેન્સમાં તાકાત તરીકે રહ્યો હતો. જેણે અમદાવાદના આકરા પ્રહારને બ્લોક કરી દબદબો બનાવ્યો હતો. બંને ટીમો સતત શાનદાર પ્રદર્શન થકી હરીફ ટીમને આકરા સવાલ કરી રહી હતી.
બત્સુરીના ડાબી બાજુએથી બેલિસ્ટિક મિસાઈલ જેવા પ્રહારે ટીમને મૂંઝવણમાં મૂકી હતી. આ દરમિયાન રોહિત યાદવે ગોવા માટે સેટરની ભૂમિકા યોગ્ય રીતે ભજવી હતી. અભિનવે ડિકિન્સનના પ્રહારને બ્લોક કરી ગોવા માટે સ્થિતિ સરળ બનાવી હતી. પરંતુ મેન્ઝેલ એ ગોવા માટે અટેકમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે અમદાવાદના કોર્ટ પર ગેપ શોધવા સાથે 2 સતત પિન્સ થકી મેચ પાંચમાં સેટમાં પહોંચાડી હતી.
બત્સુરી એ ફાઈનલ સેટમાં શાનદાર સુપર સર્વથી અમદાવાદ ડિફેન્ડર્સની તરફેણમાં મુકાબલો લઈ જવાનો પ્રયાસ કર્યો. જોકે, ગોવા એ સુપર પોઈન્ટ થકી અંતર ઓછું કરવામાં સફળતા મેળવી. ડિકિનસનના નિર્દયી આક્રમણ વચ્ચે ગોવાએ ફરી લય મેળવી અને મેનઝેલના સ્પાઈક વચ્ચે ટીમે ઐતિહાસિક અને યાદગાર કમબેકની કહાણી લખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *