વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાતનો વિદર્ભ સામે સુપર ઓવરમાં વિજય

Spread the love

ઝજ્જર

બીસીસીઆઈની વિનુ માંકડ ટ્રોફી મેન્સ અંડર-૧૯ એલીટ યુથ લિસ્ટ-એ ૨૦૨૫-૨૬ મેચ આજે ગુજરાત અને વિદર્ભ વચ્ચે સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલ, ઝજ્જર ખાતે રમાઈ હતી જેમાં ગુજરાતનો સુપર ઓવરમાં રોમાંચક વિજય થયો હતો

ગુજરાતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતના 183 રનના જવાબમાં વિદર્ભે પણ 183 રન બનાવ્યા હતા. મેચ ટાઈ થતાં સુપર ઓવરમાં ગઈ હતી જેમાં ગુજરાતે 10 રનનું લક્ષ્યાંક વિના વિકેટે બાર પાડ્યું હતું.

ગુજરાત – ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૧૮૩ રન (કાવ્યા પી પટેલ ૪૯ રન, મલય શાહ ૩૯ રન, હિમાંશુ કાવલે ૨૩ રનમાં ૩,કુશ શર્મા ૪૮ રનમાં ૨ વિકેટ).

વિદર્ભ – ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૩ રન (ગૌરવ ૫૮ રન, મલ્હાર દોશી ૫૪ રન, કુશ શર્મા ૩૬ રન,કાવ્યા પી પટેલે ૨૮ રનમાં ૨ વિકેટ, વાસુ દેવાણી ૫૨ રનમાં ૩ વિકેટ).

સુપર ઓવર

વિદર્ભ – ૧ ઓવરમાં વિના વિકેટે ૧૦ રન.

ગુજરાત – ૦.૪ ઓવરમાં વિના વિકેટે ૧૧ રન.

પરિણામ :- ગુજરાત સુપર ઓવરમાં જીત્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *