સનફ્રા ગ્રીન એનર્જીનો ‘હર ઘર સોલાર’ મિશનને આગળ વધારવા ગુજરાતમાં અદાણી સોલારની સાથે સહયોગ

Spread the love

અમદાવાદ

ગુજરાતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આજે એક મહત્વપૂર્ણ સિમાચિન્હ પ્રાપ્ત થયો છે, કેમકે ભારતના સૌથી મોટા અને વિશ્વસનિય સોલાર મોડ્યુઅલ ઉત્પાદકોમાંની એક સનફ્રા ગ્રીન એનર્જી પ્રાઈવેટ લિમીટેડ- હવે અદાણી સોલારના સત્તાવાર ચેનલ પાર્ટનર બન્યા છે. આ સહયોગની જાહેરાત અમદાવાદના સિંધુભવન સ્થિત પ્રવેગ યુલોજિયા ખાતે આયોજિત ચેનલ પાર્ટનર લૉન્ચ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી, જેમાં અદાણી સોલારના વરિષ્ઠ પ્રતિનિધીઓ તથા રાજ્યભરના અગ્રણી સોલાર ઉદ્યોગસાહસિકો હાજર હતા.

આ સહયોગ સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ તથા ટકાઉ સૌર ઉર્જાના ઉકેલ અપનાવવા તરફનું એક મોટું પગલું દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર સૌર’ના વિઝન સાથે સુસંગત છે અને પીએમ સૂર્ય ઘર યોજના (પીએમએસજીવાય)ને સમર્થન આપે છે- આ એક એવી પહેલ છે, જે લાખો ભારતીય પરિવારોનાસ્થિર ઉર્જાના સ્વતંત્ર ભવ્ષિય માટે સમર્થ બનાવે છે.

આ લોન્ચ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના સૌર ડીલરો, વિતરકો, ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેઓ રાજ્યના રિન્યુએબલ એનર્જી પરિવર્તનને વેગ આપવાના સહિયારા મિશન માટે એક થયા હતા. અદાણી સોલારના પ્રતિનિધિઓએ ભારતના સ્વચ્છ ઉર્જાના લક્ષ્યો પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી અને વ્યાપક સૌર ઉર્જા અપનાવવાને પ્રોત્સાહન આપવા માટે સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

આ સહયોગ દ્વારા, સનફ્રા ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ તેના વ્યાપક વિતરણ નેટવર્ક અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા અદાણી સોલાર ઉત્પાદનો પહોંચાડશે, અજોડ વેચાણ સપોર્ટ પૂરો પાડશે તથાગુજરાતભરમાં કાર્યક્ષમ વોરંટી સર્વિસની ખાતરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *