કોટક સિક્યોરિટીઝે દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ માટે ટોચના શેર્સની ભલામણો રજૂ કરી

Spread the love

ભારતના અગ્રણી બ્રોકરેજ હાઉસીસ પૈકીની એક કોટક સિક્યોરિટીઝે આ દિવાળી – સંવત 2082 પર મુહૂર્ત ટ્રેડિંગ માટે ટોચના શેર્સની ભલામણો રજૂ કરી છે, સંવત 2081નું વર્ષ કેવું રહ્યું

મુંબઈ

સંવત 2081માં ભારતીય બજારો નિરાશાજનક રહ્યા અને ઘણા વૈશ્વિક બજારોની સરખામણીએ નબળો દેખાવ કર્યો. આના મુખ્ય કારણો હતા નબળી કમાણી અને ટેરિફ અનિશ્ચિતતા, જે વિવિધ ભૂ-રાજકીય અને મેક્રો અવરોધોના લીધે વધુ જટિલ બન્યા છે. માર્ચ 2025માં નિફ્ટી 21750ના નીચા સ્તરને સ્પર્શી હતી, જ્યારે બીએસઈ સેન્સેક્સ 71500ના નીચા સ્તરે પહોંચ્યો હતો, જેમાં બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સે સંવત 2081 દરમિયાન લગભગ 1.5 ટકા ઘટ્યા હતા. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સે નબળો દેખાવ કર્યો હતો અને અનુક્રમે 5.6 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. ભૂરાજકીય તણાવને ઉકેલવા માટે વૈશ્વિક સમુદાય દ્વારા કરવામાં આવેલા પ્રયાસો, વૈશ્વિક અને સ્થાનિક ફુગાવાને હળવો થવો, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, આરબીઆઈ અને ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો, જીએસટીના દરોમાં ઘટાડો, આવકવેરાના સ્લેબમાં વધારો અને ભારત સરકાર દ્વારા વિવિધ ટેરિફ કરારો અંગે પ્રગતિને ધ્યાનમાં લેતા ભારતીય બજારોમાં ઘટાડો અને નબળું પ્રદર્શન આશ્ચર્ય પમાડે તેવું હતું. એફઆઈઆઈ દ્વારા 27.3 અબજ (અથવા રૂ. 2.4 લાખ કરોડ) ની ભારે વેચવાલીના પગલે ઘટાડો જોવા મળ્યો હતો. ડીઆઈઆઈએ છેલ્લા એક વર્ષમાં રૂ. 4.5 લાખ કરોડનું રોકાણ કરીને ભારતીય મૂડી બજારમાં પોતાનો વિશ્વાસ દર્શાવ્યો હતો ત્યારે રિટેલ કેટેગરી (એસઆઈપી દ્વારા) પણ પાછળ રહી નહોતી અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બર 2024માં રૂ. 28,000 કરોડ અને નાણાંકીય વર્ષ 2026ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં માં રૂ. 1,37,000 કરોડનું રોકાણ કર્યું હતું. સંવત 2081નું વર્ષ બેંક નિફ્ટી (7.2 ટકા વૃદ્ધિ) અને ઓટો (0.5 ટકા વૃદ્ધિ) ના નામે રહ્યું હતું જ્યારે બીએસઈ આઈટી (20.5 ટકા ઘટાડો), બીએસઈ એફએમસીજી (13.3 ટકા ઘટાડો), બીએસઈ રિયલ એસ્ટેટ (16.8 ટકા ઘટાડો), બીએસઈ યુટિલિટીઝ (18.5 ટકા ઘટાડો) અને બીએસઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ (12.2 ટકા ઘટાડો) એ સૌથી ખરાબ પર્ફોર્મન્સ આપ્યું હતું.

વિકસિત અર્થતંત્રોની સ્થિતિ

યુએસ રેટ કટની ફરીથી શરૂઆત થઈ છે. જોકે અમે હજુ પણ અપેક્ષા રાખીએ છીએ કે ફેડ દ્વારા સાવચેતીભર્યું વલણ અપનાવાશે. યુએસ વેપાર તણાવ માટે કેલેન્ડર વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સબ-ટ્રેન્ડ ગ્રોથની અપેક્ષા છે, પરંતુ ગ્રાહક આવકમાં વધારો યુએસ અર્થતંત્રને મંદી ટાળવામાં મદદ કરી શકે છે. નાણાંકીય વર્ષ 2025ના ચોથા ત્રિમાસિક ગાળામાં ફુગાવો વધવાની અપેક્ષા છે, કારણ કે ટેરિફની અસરો ગ્રાહક ભાવમાં દેખાવાની શરૂ થઈ છે. યુરોપની બાબતે કહીએ તો વેપાર નીતિની અનિશ્ચિતતા અર્થતંત્ર પર દબાણ રાખે તેવી શક્યતા છે, જ્યારે દર ઘટાડા અને નાણાંકીય હળવાશને કારણે જીડીપી વૃદ્ધિ નજીકના ગાળામાં માત્ર સાધારણ ધીમી થવાની અને પછી 2025ના અંત ભાગમાં અને 2026ની શરૂઆતમાં તે વધવાની અપેક્ષા છે. જોકે, મોટા ભૂરાજકીય અને સ્પર્ધાત્મક પડકારો હજુ પણ યથાવત છે, જેમાં ઉત્પાદકતા વૃદ્ધિ આ ક્ષેત્ર માટે મુખ્ય અવરોધ છે. ચીનના આઉટલૂકને અસર કરતી મુખ્ય થીમ્સમાં ચાલુ વેપાર અનિશ્ચિતતા, વૃદ્ધિને સ્થિર કરવા માટે સાયક્લિકલ ઇકોનોમિક પોલિસીનો અમલ અને નવીનતાનો પ્રવાહ સામેલ છે, જે  ડીપસીકની તાજેતરની સફળતામાં જોવા મળ્યું છે. સ્થાનિક મોરચે, વધારાના નીતિગત પ્રોત્સાહન માટેની અપેક્ષાઓ ઓછી છે અને હાઉસિંગ માર્કેટમાં નબળાઈ ફરી જોવા મળી છે.

સ્થાનિક પરિબળો

છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં આરબીઆઈ અને ભારત સરકાર બંનેએ વૃદ્ધિને ઉત્તેજીત કરવા માટે ઘણા પગલાં અપનાવ્યા છે, જેના પરિણામો હવે મળવા જોઈએ. વૈશ્વિક વૃદ્ધિમાં મંદીની તીવ્રતાના આધારે જોખમો સમાન રીતે સંતુલિત રહેશે. ભારત સરકારે અગાઉ વ્યક્તિગત આવકવેરાના ભોગે રૂ. 1 લાખ કરોડનું બજેટ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું, જે જીએસટી લાભો સાથે મળીને વપરાશને પ્રોત્સાહન આપે તેવી ધારણા છે. બધા જ વિસ્તારોમાં અને સામાન્ય રહેલા ચોમાસાના વરસાદ, વિવિધ સમયગાળામાં ગ્રામીણ વેતનમાં જોવાયેલી ઉચ્ચ વાસ્તવિક વૃદ્ધિ, તહેવારોની મોસમનું આગમન અને નીચી બેઝ ઇફેક્ટ નાણાંકીય વર્ષ 2026ના બીજા અર્ધવાર્ષિક ગાળા માટે વધારાના વૃદ્ધિના ચાલકબળો છે અને આગળ જતાં બજારની ભાવનાઓને વેગ આપવામાં મદદ કરી શકે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 65 યુએસ ડોલર પ્રતિ બેરલની આસપાસ છે જે અર્થતંત્ર માટે સ્વસ્થ સ્થિતિ છે. ઓગસ્ટમાં સીપીઆઈ ફુગાવાનો દર 2.1 ટકાના સ્તરે પણ સારો છે. એસએન્ડપીએ ભારતના સોવરિન ક્રેડિટ રેટિંગને ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ (BBB- થી BBB) માં અપગ્રેડ કર્યું છે. આ 18 વર્ષમાં પહેલું અપગ્રેડ છે અને છેલ્લા 35 વર્ષમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ એસએન્ડપી રેટિંગ ભારતીય બજારમાં ભાવનાઓને ફરીથી જાગૃત કરે છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે નાણાંકીય વર્ષ 2026, નાણાંકીય વર્ષ 2027 અને નાણાંકીય વર્ષ 2028 માટે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેશે.

અમે સંવત 2082 માટે ભારત પર સાવચેતીપૂર્વક બુલિશ રહીએ છીએ

અમને અપેક્ષા છે કે (1) છેલ્લા 12-15 મહિનામાં મોટા ડાઉનગ્રેડ પછી કમાણીમાં થોડી સ્થિરતા આવશે અને (2) નાણાંકીય વર્ષ 2027માં કમાણીમાં મજબૂત વૃદ્ધિ (નિફ્ટી-50 ઇન્ડેક્સ માટે 18 ટકા) રહેશે. અમે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઈપીએસ ડાઉનગ્રેડની ગતિમાં મધ્યમ ગતિ નોંધીએ છીએ, જોકે નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં નબળા માંગ વાતાવરણને કારણે કેટલોક વધુ ઘટાડો જોવા મળી શકે છે. અમને અપેક્ષા છે કે નાણાંકીય વર્ષ 2027 માટે કમાણી વૃદ્ધિ એકદમ વ્યાપક રહેશે, જે અમને અમારા કમાણી અંદાજો વિશે વિશ્વાસ આપે છે. અલબત્ત, વૈશ્વિક ઘટનાઓ હજુ પણ અર્નિંગ રિકવરીની વાર્તાને પાટા પરથી ઉતારી શકે છે. અમને અપેક્ષા છે કે (1) કમાણી સ્થિર થશે, (2) નાણાંકીય વર્ષ 2027માં કમાણીમાં 17.6 ટકાથી રૂ. 1,297 અને નાણાંકીય વર્ષ 2028માં 14.3 ટકાથી રૂ. 1,487 સુધી મજબૂત વૃદ્ધિ થશે અને (૩) સ્થિર મેક્રો પરિબળો બજારને તેજી પૂરી પાડશે પરંતુ (1) વિવિધ ક્ષેત્રો અને શેરોમાં રિચ વેલ્યુએશન અને (2) વૈશ્વિક અવરોધો બજાર માટે ‘નીચી’ ટોચમર્યાદા તરીકે કામ કરશે. બજાર આગામી 12-15 મહિનામાં સાધારણ વળતર આપી શકે છે, જેમાં કમાણીમાં વૃદ્ધિ આંશિક રીતે નીચા ગુણાંક દ્વારા સરભર થશે. બજારો, ક્ષેત્રો અને શેરોના અમારા મૂલ્યાંકનના આધારે, અમે 7 સંભવિત સ્ટોક આઇડિયા જાણ્યા છે જે સંવત 2082માં સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. હેપ્પી ઇન્વેસ્ટિંગ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *