ઇક્વિરસ અને સેપિઅન્ટ ફિનસર્વે રૂ. 35,000 કરોડની એયુએમ સાથે ભારતમાં ટોચના 10 સ્વતંત્ર વેલ્થ પ્લેટફોર્મ ઊભા કરવા માટે વિલિનીકરણ કર્યું

Spread the love

મુંબઈ

અગ્રણી ફાઇનાન્શિયલ સર્વિસીઝ પાવરહાઉસ ઇક્વિરસ ગ્રુપે ઇક્વિટી સ્વેપ ડીલમાં ભારતના ટોચના ઝડપથી વિકસતા સ્વતંત્ર વેલ્થ મેનેજર્સ પૈકીના એક તરીકે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે જેના પગલે એવું સંયુક્ત પ્લેટફોર્મ ઊભું થશે જે ભારતમાં ટોચના 10 નોન-બેંક ઇન્ડિપેન્ડન્ટ વેલ્થ મેનેજર્સમાં સ્થાન ધરાવશે. ભારતીય વેલ્થ મેનેજમેન્ટ ઉદ્યોગ માટેની આ અભૂતપૂર્વ પહેલ રૂ. 35,000 કરોડની તેની સંયુક્ત એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) સાથે વેલ્થ મેનેજમેન્ટ અને ફેમિલી ઓફિસ સર્વિસીઝમાં ઇક્વિરસ ગ્રુપની હાજરીને નોંધપાત્ર રીતે વિસ્તારશે.

પૂણેમાં મુખ્યમથક ધરાવતી અને મહારાષ્ટ્ર તથા ઉત્તરપૂર્વમાં મજબૂત હાજરી સાથે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ હાલ રૂ. 13,500 કરોડથી વધુની એયુએમ મેનેજ કરે છે અને રૂ. 65 કરોડની મજબૂત માસિક એસઆઈપી બુક ધરાવે છે. મર્જરના ભાગરૂપે સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપના સહસ્થાપક અને ડિરેક્ટર પલ્લવ બગેરિયા તથા સ્થાપક અમિત બિવાલકર ઇક્વિરસ વેલ્થના બોર્ડ તથા લીડરશિપ ટીમમાં જોડાશે અને સહિયારા ગવર્નન્સ તથા વિઝનને વધુ મજબૂત બનાવશે.

વેલ્થ અને ફેમિલી ઓફિસ સર્વિસીઝને વધુ મજબૂત બનાવવી

આ સોદો સેપિઅન્ટ ફિનસર્વની વ્યાપક વેલ્થ ઇકોસિસ્ટમના નિર્માણની સફરમાં એક સીમાચિહ્નરૂપ છે. ઇક્વિરસ સાથે ભાગીદારી કરીને, સેપિઅન્ટ ફિનસર્વ ગ્રુપ તેની ઓફરને પૂરક જગ્યાઓમાં વિસ્તારે છે, જે પ્રોફેશનલ્સ, ઉદ્યોગસાહસિકો અને પરિવારોને સેવાઓ પૂરી પાડવાની તેની ક્ષમતામાં વધારો કરે છે.

ભવિષ્યનો વિકાસ માર્ગ

સેપિઅન્ટ ફિનસર્વના એકીકરણ સાથે, ઇક્વિરસ વેલ્થ રૂ. 50,000 કરોડની એયુએમ સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે જેના માટે તે નીચે મુજબનો લાભ ઉઠાવશે:

·        35 અનુભવી ઇક્વિટી એનાલિસ્ટ તરફથી પ્રોપરાઇટરી રિસર્ચ

·        સ્મોલ કેપ પીએમએસ સ્ટ્રેટેજી, વેન્ચર ફંડ્સ અને લોંગ શોર્ટ ફંડ્સ

·        સમર્પિત વર્ટિકલ્સ – ક્લાયન્ટ ફોકસ્ડ ગ્રોથને વેગ આપવા માટે ઇક્વિરસ વેલ્થ અને ઇક્વિરસ ફેમિલી ઓફિસ

·        એનબીએફસી લાઇસન્સ જે પ્લેટફોર્મને વેલ્થ મેનેજમેન્ટની સાથે સાથે અનુરૂપ ધિરાણ અને નાણાંકીય ઉકેલો પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.

એકીકરણ પછી, સંયુક્ત જૂથ બે સ્પેશિયલાઇઝ્ડ વર્ટિકલ્સ – ઇક્વિરસ વેલ્થ અને ઇક્વિરસ ફેમિલી ઓફિસ – હેઠળ કાર્ય કરશે  જે બંને વૃદ્ધિના આગામી તબક્કાને વેગ આપવા માટે તૈયાર છે.

રાઘનાલ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ અને ક્રેડેન્સ ફેમિલી ઓફિસ પછી, છેલ્લા 12 મહિનામાં ઇક્વિરસ ગ્રુપનો આ ત્રીજો મર્જર એન્ડ એક્વિઝિશન સોદો છે. ઇક્વિરસ ગ્રુપને તાજેતરમાં આરબીઆઈ તરફથી એનબીએફસી લાઇસન્સ મળ્યું , જે તેને તેના એસેટ મેનેજમેન્ટ અને ઉભરતા કોર્પોરેટ ગ્રાહકોને વિવિધ ફાઇનાન્સિંગ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.

ઇક્વિરસ ગ્રુપને સ્વ. રાકેશ ઝુનઝુનવાલા, એમિકસ કેપિટલ અને ફેડરલ બેંક સહિતના અગ્રણી રોકાણકારોનો ટેકો મળેલો છે. પ્રોફેશનલી સંચાલિત મેરિટોક્રેટિક ગ્રુપ તરીકે, કર્મચારીઓ ગ્રુપની ઇક્વિટીનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *