ગાંધીધામ

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે યોજાતી રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025માં વર્તમાન ચેમ્પિયન સુરતની વિમેન્સ ટીમે મંગળવારે પ્રથમ દિવસે વડોદરા સામે 3-0ની સફળતા સાથે ટુર્નામેન્ટનો વિજય સાથે પ્રારંભ કર્યો હતો. આ ટુર્નામેન્ટ આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાઈ છે.
ટીમ ઇવેન્ટના મેન્સ વિભાગમાં પરંપરાગત ટીટી પાવરહાઉસ ભાવનગરે પણ શાનદાર પ્રારંભ કરીને જામનગર સામે 3-0થી વિજય હાંસલ કર્યો હતો.
જુનિયર બોયઝ (અંડર-19)ની ગ્રૂપ મેચમાં અમદાવાદે પણ જામનગરને 3-0થી હરાવ્યું હતું તો જુનિયર ગર્લ્સ (અંડર-19)માં વર્તમાન ચેમ્પિયન ભાવનરની ટીમનો કચ્છ સામે 3-0થી વિજય થયો હતો.
દિવસની શરૂઆતમાં અન્ય એક મુકાબલો પણ 3-0ના સ્કોર પર સમાપ્ત થયો હતો જેમાં સબ જુનિયર ગર્લ્સ (અંડર-15)માં ગયા વર્ષની રનર્સ અપ સુરતની ટીમે રાજકોટને હરાવ્યું હતું. સબ જુનિયર બોયઝમાં ગાંધીનગરે પોરબંદર સામે 3-1થી વિજય હાંસલ કર્યો હતો.
ટીમ ગ્રૂપ પરિણામોઃ
મેન્સઃ ભાવનગર જીત્યા વિરુદ્ધ જામનગર 3-0 (ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર 11-1, 11-7, 11-7; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ હિરેન ગોહીલ 11-4, 11-7, 11-1; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ મિહિર કાસ્ટા 11-7, 11-5, 11-3).
વિમેન્સઃ સુરત જીત્યા વિરુદ્ધ વડોદરા 3-0 (આફ્રિન મુરાદ જીત્યા વિરુદ્ધ શેલી પટેલ 11-5, 10-12, 11-7, 11-7; ફ્રેનાઝ ચિપીયા જીત્યા વિરુદ્ધ મહેક શેઠ 11-3,9-11,11-8, 11-5; ફિલઝાહ ફાતીમા કાદરી જીત્યા વિરુદ્ધ જૂહી વસાવડા 11-5, 11-8, 11-1.
જુનિયર બોયઝ (અંડર-19) અમદાવાદ જીત્યા વિરુદ્ધ જામનગર 3-0 (દ્વિજ ભાલોડિયા જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર 11-8, 11-8, 11-4; હ્રિદાન શાહ જીત્યા વિરુદ્ધ મૃદુલ મખાનસા 11-6, 5-11, 11-4, 11-6; માલવ પંચાલ/હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ યજ્ઞેશ પરમાર/થાનવેસ મોડ 11-9, 11-7, 11-7).ઠ
જુનિયર ગર્લ્સ (અંડર-19) ભાવનગર જીત્યા વિરુદ્ધ કચ્છ 3-0 (રિયા જયસ્વાલ જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી 11-5, 11-7, 11-6; ચાર્મી ત્રિવેદી જીત્યા વિરુદ્ધ સિદ્ધિ સિંઘવી 15-13, 12-10, 11-6; વિધીબા સોલંકી/શિવાની ડોડીયા જીત્યા વિરુદ્ધ અનાઇશા સિંઘવી/ માયરા ખેસકાની 11-8, 14-12, 9-11, 12-10).
સબ-જુનિયર બોયઝ (અંડર-15) ગાંધીનગર જીત્યા વિરુદ્ધ પોરબંદર 3-1 (મૌલિક જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પ્રથમ દત્તાણી 11-1, 11-6, 11-4; અન્વય મુથા જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-6, 11-6, 11-5; દેવ ભટ્ટ/પ્રથમ દત્તાણી જીત્યા વિરુદ્ધ મૌલિક જયસ્વાલ/દેવાંશ જોશી 7-11, 12-10, 11-7, 11-7; મૌલિક જયસ્વાલ જીત્યા વિરુદ્ધ દેવ ભટ્ટ 11-4, 11-8, 11-3).
સબ જુનિયર ગર્લ્સ (અંડર-15) સુરત જીત્યા વિરુદ્ધ રાજકોટ 3-0 (વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ માહિ રાણપરા 11-7, 11-7, 11-5; વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ માન્યા મહેતા 11-4, 11-8, 11-7; દાનિયા ગોદીલ/વિશ્રુતિ જાદવ જીત્યા વિરુદ્ધ માહિ રાણપરા/માન્યા મહેતા 11-5, 11-7, 11-8).
