ગાંધીનગર

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ના સુપર લીગ સ્ટેજ ના ફાઇનલ રાઉન્ડની છેલ્લી મેચમાં જુનાગઢે આણંદની ટીમને 5-0થી મહાત આપી. મેચના બીજા હાફમાં જુનાગઢ તરફથી બ્રીજેશકુમાર યાદવના 2 ગોલ, સિદ્ધાંત પાંડે, પ્રતિક સ્વામી અને ધર્મેશ પરમાર દ્વારા 1-1 ગોલ કરાયો હતો. મેચના પ્રથમ હાફ નો સ્કોર 0-0 રહ્યો હતો.
અમદાવાદ નીટીમ 1 મેચ જીતી હતી અને 1 ડ્રૉ થઈ હતી. જુનાગઢની ટીમ પણ 1 મેચ જીતી હતી અને અમદાવાદ સાથે ડ્રૉ થઈ હતી. તેથી બંને ટીમના પોઇંટ્સ સરખા થયા હતા પરંતુ અમદાવાદની ટીમે આણંદને 6 ગોલ ફટકાર્યા હતા જ્યારે જુનાગઢની ટીમે આણંદની ટીમને 5 ગોલ ફટકાર્યા તેથી ગોલ એવરજમાં અમદાવાદની ટીમે બાજી મારી ટ્રોફી પોતાના નામે કરી હતી.
અમદાવાદની ટીમ ચેમ્પિયન, જુનાગઢની ટીમ રનર્સ-અપ અને આણંદની ટીમ સેકંડ રનર્સ-અપ બની હતી.
ચેમ્પિયન અને રનર્સ અપ ટીમોને ટ્રોફી અને મેડલ ઈન્ડિયા અંડર 17 ની ફૂટબોલ ટીમ હાલ અમદાવાદમાં AFC – એશીયા કપ ક્વાલિફાયર્સ રમવા માટે આવી છે તો તેના હસ્તે આપવામાં આવ્યા હતા.
AFC – એશીયા કપ ક્વાલિફાયર્સની મેચો 22.11.25 થી 30.11.25 દરમિયાન એકા અરેના અમદાવાદ માં રમવાની છે.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન AIFFની પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ સંતોષ ટ્રોફી માટેની ગુજરાતની ટીમના કેમ્પ માટેના 30 ખેલાડીઓ અને 5 સ્ટેન્ડ બાય ખેલાડીઓનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
