એશિયન રેન્કિંગ : આરાધ્યા અને જેન્સી કાનાબાર વચ્ચે ગર્લ્સ સિંગલ્સની ફાઇનલ

Spread the love

બોયઝ સિંગલ્સમાં લક્ષ્ય અને દિવ્ય મલિક વચ્ચે ટાઇટલ માટે મુકાબલો

અમદાવાદ

એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટની બોયૂઝ અને ગર્લ્સ સેમિફાઇનલ એકતરફી બની હતી. ગર્લ્સ કેટેગરીની પ્રથમ સેમિફાઇનલમાં આરાધ્યા મીનાએ એમ. સતીશને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૧, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનો ટાઇટલ મુકાબલો જૂનાગઢની જેન્સી કાનાબાર સામે થશે જેણે બીજી સેમિફાઇ નલમાં અદિતી ખાનપુરીને ૬-૨, ૬-૧થી હરાવી હતી. અદિતીએ ક્વાર્ટર ફાઇનલમાં એસ. કારાંતોથને ૬-૧, ૬-૨થી હરાવીને અંતિમ-૪માં પ્રવેશ કર્યો હતો જ્યાં તેના અભિયાનનો અંત આવી ગયો હતો. બોયઝ સિંગલ્સમાં લક્ષ્ય ચુકાએ બરોડાના કબીર પરમારને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૧, ૬-૦થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રાંજયે વોકઓવર આપતા હવે ફાઇનલમાં તેનો મુકાબલો દિવ્ય મલિક સામે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *