મુંબઈ
ઇન્ડિયન આર્મીના મિશન ઓલિમ્પિક્સ વિંગ હેઠળની એલિટ શૂટિંગ ટ્રેનિંગ સંસ્થા, આર્મી માર્કસમેનશિપ યુનિટ (એએમયુ), મહુએ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) સાથે તેની સૌપ્રથમ કોર્પોરેટ પાર્ટનરશીપ પર સાઇન કરી છે.
આ પાર્ટનરશીપ હાલ એએમયુ ખાતે તાલીમ લઈ રહેલા 14 શૂટર્સને મદદ પૂરી પાડી રહી છે, જેમાં પેરિસ ઓલિમ્પિયન સંદીપસિંઘ અને આર્મીના પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજકનો સમાવેશ થાય છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર ચેરપર્સન, શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે: “ઇન્ડિયન આર્મી અને આર્મી માર્કસમેનશિપ યુનિટ (એએમયુ) સાથે ભાગીદારી સાધવી એ રિલાયન્સ ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે જે તેમના વિશ્વ કક્ષાના શૂટિંગ પ્રોગ્રામને સુદૃઢ બનાવશે.
ઈન્ડિયન આર્મીએ કર્નલ રાજ્યવર્ધન રાઠોરથી લઈને લેફ્ટનન્ટ કર્નલ નીરજ ચોપરા સુધી – આપણને એવા હીરો આપ્યા છે જે સ્પોર્ટ્સ ક્ષેત્રે દરેક ભારતીયને ગૌરવ અપાવે છે. મને ખાસ કરીને એ વાતનો ગર્વ છે કે આ પાર્ટનરશીપના ભાગરૂપે આર્મીના પ્રથમ મહિલા સુબેદાર અને એક સ્ટાર શૂટર સુબેદાર પ્રીતિ રજકને રિલાયન્સ ફાઉન્ડેશન મદદરૂપ થઈ રહ્યું છે.
આ સહયોગ માત્ર એક પ્રોગ્રામ નથી, તે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતને ટોચ પર પહોંચાડવાનો એક સંકલ્પ છે. આપણે, સાથે મળીને એવા ચેમ્પિયન્સને તૈયાર કરીશું જે રાષ્ટ્રને ગૌરવ અપાવે.”
આ પાર્ટનરશિપનો હેતુ સ્કોલરશીપ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સના ઇન્ટિગ્રેશન, ઇન્ટરનેશનલ એક્સપોઝર અને ક્વોલિટી કોચિંગ થકી 2028 અને 2032ના ઓલિમ્પિક્સમાં ભારત માટે પોડિયમ સુધી પહોંચવાનો મજબૂત રસ્તો તૈયાર કરવાનો છે.
