અમદાવાદ
રાષ્ટ્રગીત વંદે માતરમની 150 મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરુપે હીરામણિ સ્કૂલમાં રાષ્ટ્રગીત વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્યું તથા રોજિંદા જીવનમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ, આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ એવી શપથ લીધી, જેમાં શાળાના 350 વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સભ્ય નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વરુણ અમીન,અંગ્રેજી માધ્યમના આચાર્ય ભાગ્યેશ જોષી, ગુજરાતી માધ્યમના આચાર્યા ભારતી મિશ્રા, કૉ-આર્ડિનેટર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.
