અમદાવાદ
ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ, અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ ફૂટબોલ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026. 09.11.25 ના રોજ રમાયેલ મેચ ના પરિણામ.
સીનીયર ક્લબ ચેમ્પિયનશીપમાં દ્વિવેદી બ્રધર્સ એ 3-0 થી કર્ણાવતી એફસી પર વિજય મેળવ્યો. સીવીએમ FC એ ગોધરા FCને 2-1 થી મહાત આપી હતી. ઈન્કમ ટેક્ષ FC એ આરબીઆઈ ને 1-0 થી મહાત આપી. એ આર એ FC એ સૂર્યવંશીને 2-1થી મહાત આપી હતી. ગુજરાત પોલીસે માસ્ટર FCને 4-0 થી પરાજય આપ્યો હતો.
અંડર 13 બોયસ યૂથ લીગ 28.9.25 થી ચાલુ થઈ હતી જેમાં 09.11.25 ના રોજ રમાયેલી મેચોમાં સેવી સ્વરાજની ટીમે સીવીએમ એફસીને 6-0 થી મહાત આપી હતી, ગાંધીનગર એફસી એ કિંગ સ્ટારને 16-1થી હાર આપી હતી. એઆરએ એ એસજીવીપી ને 8-0 થી હરાવ્યું કહાની એફસી એ રેન્જર ને 4-0 થી મહાત આપી હતી.
બરોડા FA એ માસ્ટર FC ne 8-1 થી હાર આપી હતી.
અંડર 15 બોયસ યૂથ લીગ 21.9.25 થી ચાલુ થઈ હતીજેમાં જુદા જુદા જિલ્લાની કુલ 21 ટીમો અંડર 15 કેટેગરી માં ભાગ લઈ રહી છે.
નવ નવેમ્બરે એઆરએ એ સીગનસ SAને 3-2 થી હાર આપી હતી. માસ્ટર FC એ કહાની ને 4-2 થી,
સેવી સ્વરાજે ફ્લોરીને 3-2, ઓએજે એફસી એ ગાંધીનગરને 9-0થી મહાત આપી હતી, સૂર્યવંશી અને નવરચનાની મેચ ડ્રૉ રહી હતી.
અંડર 17 ના બોયસ યૂથ લીગ 17.9.25 થી ચાલુ થઈ હતી. નવ નવેમ્બરે રમાયેલી મેચમાં એઆરએ એ કહાની એફસી ને 4-1થી, બરોડા એફએ એ માસ્ટર એફસીને 5-0થી, ઝેવીયર યુનાઇટેડ એફસી એ રેન્જર 1-0 થી મહાત આપી હતી. સીવીએમ અને સીગનસ એસ એ ની મેચ 1-1 થી ડ્રૉ થઈ હતી.
નવ નવેમ્બરે કુલ જુદી જુદી કેટેગરીમાં જુદા જુદા શહેરોમાં કુલ 28 મેચો રામાડવામાં આવી હતી.
