મુંબઈ
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું કે ગોવિંદાએ તેમની તરફથી માફી માંગવી તેમને ગમી નથી. તેમણે કહ્યું કે તેઓ ક્યારેય ઇચ્છશે નહીં કે તેમના પતિ તેમની ભૂલ માટે જાહેરમાં માફી માગે. ગોવિંદાએ તાજેતરમાં તેમના ઘરનાં પંડિત વિશે પત્ની દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ માફી માંગી હતી. સુનીતાએ કહ્યું કે તેઓ પંડિતોનું માન રાખે છે અને જો કોઈને દુઃખ થયું હોય તો માફી માંગે છે, પરંતુ ગોવિંદાને માફી માંગવાની જરૂર નહોતી.
