અમદાવાદ

એશિયન ફૂટબોલ કન્ફેડરેશન ક્વોલિફાયર ૨૦૨૫ અંડર-17માં પાંચ મેચમાંથી ચાર ડ્રો થઈ છે. ઈરાને ચાઈનીઝ તાઈપેઈને ૫-૦ થી હરાવ્યું છે અને હાલમાં પોઈન્ટ ટેબલમાં મોખરે છે.
26 નવેમ્નોબરની પહેલી અને ટુર્નામેન્ટનો પાંચમો મુકાબલો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન અને લેબનોન વચ્ચે રમાયો હતો. ઈરાને શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. ૧૩મી મિનિટે, ઈરાનના નંબર ૭, જાફર અસાદીએ પેનલ્ટી એરિયાની બહારથી બોલ મેળવ્યો અને લેબનીઝ ડિફેન્ડર્સ માર્ક અબી મન્સૂર અને ઝકારિયાસ ઓવાસીસને ડ્રિબલ કરીને એક સુંદર ગોલ કર્યો, જેનાથી ઈરાનને ૧-૦ની લીડ મળી. હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૦ રહ્યો.
લેબનોને બીજા હાફમાં વળતો પ્રહાર કર્યો, અને ૬૫મી મિનિટે, લેબનોનના જર્શી નંબર ૭, ઈયાદ એધીએ ગોલ એરિયામાંથી એક શક્તિશાળી વોલી ફટકારીને સ્કોર ૧-૧ પર બરાબર કર્યો. અંતિમ સ્કોર પણ ૧-૧ હતો, જેના પરિણામે મેચ ડ્રો થઈ ગઈ.
