ગાંધીનગર
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ લવલિના બોરગોહેનની એકેડમીએ દક્ષિણ એશિયાના પ્રથમ IOC-માન્યતા પ્રાપ્ત ઓલિમ્પિક સ્ટડી સેન્ટર સાથે એમઓયુ સાઈન કર્યા. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના BCORE અને લવલિનાની એકેડમી વચ્ચે ગ્રાસરુટ ડેવલપમેન્ટ કાર્યક્રમને મજબૂત કરવા માટે આ કરાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ આ ભાગીદારીથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય બોક્સર્સના ભાગ લેવાના સ્તરમાં વધારો થવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી.
