TPL 7 માં સાનિયા મિર્ઝા-રોહન બોપનનાને એક્શનમાં જોઈ દર્શકો મોજમાં

Spread the love

TPL 7 માં રોહન બોપન્ના અને શ્રીવલ્લીના દમદાર દેખાવ સાથે SG પાઇપર્સ બેંગલુરુનો વિજય

અમદાવાદ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમમાં ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના પ્રથમ દિવસે પહેલી મેચમાં રોહન બોપન્ના અને શ્રીવલ્લી ભામિદીપતિએ SG પાઇપર્સને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ સામે આસાન વિજય અપાવ્યો હતો. સહજા યમલાપલ્લી અને શ્રીવલ્લી ભામિદીપતિએ શરૂઆતની મેચ જીતી હતી. શ્રીવલ્લી ભામિદીપતિએ મહિલા સિંગલ્સમાં 18-7 ની જીત સાથે SG પાઇપર્સને મજબૂત શરૂઆત અપાવી હતી. ત્યારબાદ તેમણે મિક્સ્ડ ડબલ્સ કેટેગરીમાં રોહન બોપન્ના સાથે મળીને સહજા અને શ્રીરામ બાલાજી સામે 14-11થી રસાકસીભર્યા વિજય મેળવ્સાયો હતો.

મેન્સ સિંગલ્સમાં, ડેન ઇવાન્સે રામકુમાર રામનાથન સામે 16-9 થી જીત મેળવીને ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ માટે વળતી લડત આપી હતી. મેન્સ ડબલ્સમાં, રોહન બોપન્ના અને રામકુમાર રામનાથનની જોડીની મદદથી એસજી પાઇપર્સ બેંગલુરુએ શ્રીરામ બાલાજી અને ડેન ઇવાન્સ સામે 15-10થી જીત મેળવી. આ જીત સાથે, એસજી પાઇપર્સ બેંગલુરુએ 56-44થી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.

TPL સીઝન 7 ની ટ્રોફીનું અનાવરણ

ટેનિસ પ્રીમિયર લીગ (TPL) એ સોમવારે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે ટ્રોફી અનાવરણ સમારોહ સાથે સીઝન 7 ની સત્તાવાર શરૂઆત થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્રોફીનું અનાવરણ કરાયું હતું. ટોચના 50 ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ભારતના અગ્રણી સ્ટાર્સ સહિત છ દિવસના હાઈ વોલ્ટેજ ટેનિસ એક્શનની શરૂઆત થઈ. ટેનિસ પ્રીમિયર લીગ, સીઝન 7, 9 થી14 ડિસેમ્બર સુધી ચાલશે.

સાનિયા મિર્ઝા-રોહન બોપન્નાને રમતા જોઈ પ્રેક્ષકો રોમાંચિત

સ્પર્ધાની પ્રથમ મેચ બાદ સ્ટાર ખેલાડીઓ સાનિયા મિર્ઝા અને રોહન બોપન્ના મૈત્રી મેચ રમ્યા હતા. મિક્સ ડબલ્સની આ ઔપચારિક મેચમાં સાનિયની જોડી જીતી ગઈ હતી પણ અમદાવાદના દર્શકોને આ ચેમ્પિયન ખેલાડીઓની રમત જોઈને મોજ પડી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *