22 ફેબ્રુઆરીએ ગિફ્ટ સિટીમાં શિલ્પ આરંભ રન યોજાશે

Spread the love

અમદાવાદ

ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફિટનેસ અને નશામુક્ત રાષ્ટ્રના મિશન સાથે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન અને ક્રેસ્ટ ડેટા સિસ્ટમ્સના સહયોગથી શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રનનું ચોથું સંસ્કરણ 22 ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગે યોજાશે. આ દોડનો જાણીતા બોલિવૂડ અભિનેતા સુનિલ શેટ્ટી પ્રારંભ કરાવશે. જુદા જુદા વય જૂથના વિજેતાઓમાં કુલ 18 લાખ રુપિયાના પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

25000થી વધુ સ્પર્ધકો ભાગ લેશે

આ દોડ અંગે માહિતા આપતાં સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ દોડમાં અંદાજે 25000થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. દેશને નસાના દૂષણમાંથી મુક્ત કરવાના એક અભિયાનના ભાગરૂપે આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

દોડમાં સ્પર્ધકોની વધતી સંખ્યા

સીઝન 1:15,000 દોડવીરો – ભારતના પ્રથમ બ્લેડ રનર મેજર ડીપી સિંહની હાજરી.

સીઝન 2: 20,000 સ્પર્ધકો – ઓલિમ્પિક પદક વિજેતા મેરી કોમ એમ્બેસેડર તરીકે જોડાયા.

સીઝન 3: 25,000 દોડવીરોનો રેકોર્ડ- અભિનેતા સોનુ સૂદ જોડાયા.

 રીવાબા જાડેજા મુખ્ય અતિથિ

સ્પર્ધાના દિવસે રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

વિશેષ અતિથિ:

પોન્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા રામવીર વિશેષ અતિથિ તરીકે હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *