અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફાઇનલ રાઉન્ડ ના અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026માં 01.03.26 ના રોજ રમાયેલ મેચનાં પરિણામઃ
અંડર 13 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં બ્લૂ ટાઈગર એફસી એ નવરચના એફસીને 3-1 થી, સેવી સ્વરાજની ટીમે સીવીએમ એફસીને 5-2 થી, ફ્લોરી એસએએ કહાની એફસીને 5-1 થી, બીએસપીએફએ સુરતે ઓજ એફસીને 1-0 થી, બરોડા એફએએ ગાંધીનગર એફસીને 6-0થી મહાત આપી હતી, એસકે યુનાઇટેડ એફસી અને એઆરએ એફસી નો મેચ 0-0 થી ડ્રૉ થઈ હતી.
અંડર 15 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં બરોડા એફએએ ઓજ એફસીને 10-1થી, કહાની એફસી એ માસ્ટર એફસી ને 3-0 થી, 26.1.25 ના રોજ રમાયેલ એસજીવીપી એફસી એ એઆરએ એફસી ને 3-0 થી મહાત આપી હતી.
અંડર 17 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડમાં એસજીવીપી એ એસએજી એફએને 2-0થી, મહાત આપી હતી.
ગુજરાત સ્ટેટ વુમન્સ લીગ માં કહાની એફસી અને એસએજી એફએની મેચ 1-1 થી ડ્રૉ થઈ હતી.
આજ રોજ કુલ જુદી જુદી કેટેગરી જુદા જુદા શહેરો માં કુલ 11 મેચો રામાડવામા આવી હતી.
