રાજકોટ
૧૪મી ઓપન ગુજરાત ડે-નાઈટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ કપ-૨૦૨૬માં એઆરએ એફસીએ ઇન્કમ ટેક્સ અમદાવાદ સામે ફાઇનલમાં ૨-૧થી વિજય સાથે સ્પર્ધા જીતી લીધી હતી. વિજેતા ટીમને ૧ લાખ અને રનર અપને ૫૧,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને ૭,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા.
એઆરએ એફસી માટે અમન શાહ અને નોરજ કુમારે ગોલ કર્યા હતા જ્યારે તોતન દાસે ઇન્કમ ટેક્સ અમદાવાદ માટે ગોલ કર્યો હતો. સેમિફાઇનલમાં પહોંચનારી અન્ય ટીમોમાં એચ.આર. મેડમ, જામનગર અને સેન્ટ જોસેફ, અમદાવાદનો સમાવેશ થાય છે.
શ્રેષ્ઠ ગોલકીપર ઇનકમ ટેક્સ ના સત્યજીત બોરડોલી.
શ્રેષ્ઠ ડિફેન્સ નીરજ કુમાર.
શ્રેષ્ઠ મિડફિલ્ડર અમન શાહ.
શ્રેષ્ઠ ફોરવર્ડ જય કાનાણી.
તેમને ટ્રોફી અને ૩૦૦૦ રોકડા આપવામાં આવ્યા હતા.
