આદિત્ય રાવલને ટીમની કમાન સોંપાઈ; 1 ડિસેમ્બરથી બરોડા સામે ગુજરાતની પ્રથમ ટક્કર, 13 ડિસેમ્બર સુધી રમશે છ લીગ મુકાબલા
અમદાવાદ
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા BCCIની સ્ટેટ ‘એ’ મેન્સ અંડર-23 T20 ટુર્નામેન્ટ 2026-27 માટે ગુજરાતની 16 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ આદિત્ય રાવલને સોંપવામાં આવ્યું છે. આદિત્ય રાવલ ટીમના કેપ્ટન ઉપરાંત વિકેટકીપરની જવાબદારી પણ સંભાળશે.
ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમ 1 ડિસેમ્બરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. પ્રથમ મુકાબલો બરોડા સામે રમાશે. ત્યારબાદ ગુજરાતની ટીમ 5 ડિસેમ્બરે ગોવા, 7 ડિસેમ્બરે રાજસ્થાન, 9 ડિસેમ્બરે પુડુચેરી, 11 ડિસેમ્બરે છત્તીસગઢ અને 13 ડિસેમ્બરે મુંબઈ સામે મેદાનમાં ઉતરશે.
ગુજરાતની 16 સભ્યોની ટીમ
ગુજરાતની ટીમમાં આદિત્ય રાવલ (કેપ્ટન અને વિકેટકીપર), રુદ્ર એમ. પટેલ, મલય શાહ, ક્રિશ ગુપ્તા, દેવ કથીરિયા, અભય ઓઝા, સુજલ જીવાણી, કાવ્યા પટેલ, હેનિલ પટેલ, શેઝોર દીવાન, રુદ્ર એન. પટેલ, રાજ રઘવાણી, ભવ્ય ચૌહાણ, પાર્થ ખત્રી, મૌલ્યરાજસિંહ ચાવડા અને ખિલન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોચિંગ અને સપોર્ટ સ્ટાફ
ગુજરાતની ટીમના મુખ્ય કોચ તરીકે હેમ જોશીપુરા અને ભવિક ઠાકરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે દીપક ઓઝા, ફિઝિયો તરીકે જિમી કુમાર પટેલ, વીડિયો એનાલિસ્ટ તરીકે ભરત પરમાર અને ટીમ મેનેજર તરીકે જગત પટેલ જવાબદારી સંભાળશે.
ગુજરાતની મેચોનું સમયપત્રક
| તારીખ | મુકાબલો |
|---|---|
| 1 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ બરોડા |
| 5 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ ગોવા |
| 7 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ રાજસ્થાન |
| 9 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ પુડુચેરી |
| 11 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ છત્તીસગઢ |
| 13 ડિસેમ્બર, 2026 | ગુજરાત વિરુદ્ધ મુંબઈ |
યુવા ખેલાડીઓથી સજ્જ ગુજરાતની ટીમ ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરીને રાજ્યનું નામ રોશન કરવા અને સ્પર્ધામાં મજબૂત દાવેદારી નોંધાવવા ઉતરશે.
