પિકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ માટે AI-સંચાલિત ગ્લોબલ એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનું અનાવરણ

Spread the love

અમદાવાદ

 દેશમાં તથા વિદેશમાં અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજ, યુનિવર્સિટી, કોર્સ વગેરેની માહિતી સરળ અને ઝડપી મેળવી શકે એ માટે પિકેડેમી દ્વારા Artificial Intelligece આધારિત સર્ચ એન્જિનનું આજે અમદાવાદના AMAમાં અનાવરણ કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થી માટે કોર્સકોલેજયુનિવર્સિટીદેશ વગેરેની પસંદગી જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયો પૈકી એક હોય છે. આ નિર્ણયને  સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પિકેડેમી સર્ચ એન્જિન AI વડે સજ્જ છે. પિકેડેમીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ કોર્સના નામ, કોર્સની અવધિ, પાત્રતા, પ્રવેશ પરીક્ષાઓ, ફી, સ્કોલરશિપ જેવા માપદંડના આધારે કોલેજ તથા યુનિવર્સિટી પસંદ કરી શકે છે. પરંપરાગત એજ્યુકેશન પોર્ટલોની સરખામણીમાં પિકેડેમી વિદ્યાર્થીના ઉદ્દેશ્યને તથા અપેક્ષાને સમજીન ચોક્કસ, અર્થપૂર્ણ અને નિર્ણાયક પરિણામ પુરા પાડે છે.

 એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મનુંબ્રેઇન પિક્સીછેજેએકબુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ છેવિદ્યાર્થીઓને તે ભારતભરમાં અને અમેરિકાયુનાઇટેડ કિંગડમ (UK)સ્પેનઇટાલીજર્મનીફ્રાન્સઓસ્ટ્રેલિયા જેવા દેશોની અગ્રણી કોલેજ તથા યુનિવર્સિટી વિશે  અને તેમના કોર્સ વિશે સચોટ માર્ગદર્શન આપે છે.

અમારું વિઝન વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવાનું છે,” પિકેડેમીના સ્થાપક રાહુલ ઘાડિયાએ જણાવ્યું હતું. “ પ્રસંગે અમે યોગેશ પટેલનો આભાર માનીએ છીએજે અમારા પ્રથમ રોકાણકાર અને આ વિઝનમાં સૌથી પહેલા વિશ્વાસ રાખનારાઓમાંના એક છેશરૂઆતના તબક્કામાં તેમની નાણાકીય સહાયથી આજે અમે જે બનાવ્યું છે તે બનાવવા માટે આત્મવિશ્વાસ અને ગતિ મળી.”

પિકેડેમીના સહસ્થાપક અને વ્યૂહાત્મક સલાહકાર હર્ષલ પુષ્કર્ણાએ ઉમેર્યું હતું કે, “અમે ફક્ત પરંપરાગત એજ્યુકેશન સર્ચ પ્લેટફોર્મ બનાવ્યું નથીબલકે, પિકેડેમી એક એવું ઇન્ટેલીજન્ટ પ્લેટફોર્મ છે જ્યાં વિદ્યાર્થીઓ પોતાની રીતેપોતાની સમજ વડે અને તેમના સ્ક્રીન પર રજૂ થતા ડેટાના આધારે પોતાની કારકિર્દીના અને ભવિષ્યના ઉચિત નિર્ણય લઈ શકે છે.

ટેકનોલોજીના આધારસ્તંભ પર પ્રકાશ પાડતાસહસ્થાપક અને CTO, વીરેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે, “અમારું AI આર્કિટેક્ચર વિદ્યાર્થીઓના ઉદ્દેશ્યનું અર્થઘટન કરીચોકસાઈપુર્વક યોગ્ય ડેટા દર્શાવે તે મુજબ બનાવવામાં આવ્યું છેપિકેડેમીનું બુદ્ધિશાળી AI આસિસ્ટન્ટ પિક્સી” ચોકસાઇ અને વિશ્વાસ માટે રચાયું છે.”

પિકેડેમી 99 પ્રતિ સપ્તાહ અને 249 પ્રતિમાસ એમ બે સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છેજેમાં અત્યારે નવા વપરાશકર્તાઓ માટે મફત પ્રારંભિક ટ્રાયલનો સમાવેશ થાય છે.

બુદ્ધિશાળી AI, સ્વચ્છ ઇન્ટરફેસ અને ચોકસાઈ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથેપિકેડેમી વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય ડિજિટલ સાથી બનવાનું લક્ષ્ય રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *