સ્ટેટ ફૂટબોલ સિનિયર ક્લબ ચેમ્પિયનશીપમાં સીવીએમ આણંદની ટીમ ચેમ્પિયન

Spread the love

અમદાવાદ

પોઇંટ્સ ટેબલ ના આધારે  સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ માં સીવીએમ આણંદ ની ટીમ 18 મેચ માં 13 મેચ માં વિજયી, 3 મેચ ડ્રૉ, અને 2 માં હાર નો સામનો કરી 42 પોઇંટ્સ સાથે ચેમ્પિયન થઈ હતી.  આરબીઆઇ સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ ની ટીમ 18 મેચ માં 10 માં વિજય, 6 મેચ ડ્રૉ અને 2 મેચ માં હાર નો સામનો કરી 36 પોઇંટ્સ  સાથે રનર અપ  થઈ હતી. ઇન્કમ ટેક્ષ એફસી ની ટીમ 18 મેચ માં 8 માં વિજયી, 6 માં ડ્રૉ, 4 મેચ માં હાર નો સામનો કરી 30 પોઇંટ્સ સાથે સેકન્ડ રનર અપ થઈ હતી.  એઆરએ  એફસી 39 પોઇંટ્સ સાથે થર્ડ રનરઅપ થઈ હતી.

સીનિયર ક્લબ ચેમ્પિયનશીપ માં રાજ્ય ની 13 ટીમો ( 8 ટીમો લાસ્ટ યર ની ક્વાલિફાઇ અને 5 ટીમો વચ્ચે ક્વાલિફાયર મેચો થઈ), એ ભાગ લીધો હતો. મેચો 16.9.25 થી ચાલુ થઈ હતી. 10 ટીમો વચ્ચે સુપર લીગ ની મેચો રમાઈ હતી.

 પોઇંટ્સ ટેબલ ના આધારે  અંડર 13, ક્લબ ચેમ્પિયનશીપ માં બરોડા એફએ ની ટીમ 11 મેચ માં 10 મેચ માં વિજય, 1 મેચ ડ્રૉ કરી 31 પોઇંટ્સ સાથે ચેમ્પિયન થઈ હતી.  એઆરએ એફસી અમદાવાદ ની ટીમ 11 મેચ માં 7 માં વિજય, 1 મેચ ડ્રૉ અને 3 મેચ માં હાર નો સામનો કરી 22 પોઇંટ્સ  સાથે રનર અપ  થઈ હતી. ફ્લોરી એસએ ની ટીમ 11 મેચ માં 7 માં વિજય, 1 માં ડ્રૉ, 3 મેચ માં હાર નો સામનો કરી 22 પોઇંટ્સ સાથે સેકન્ડ રનર અપ થઈ હતી.  બીએસપીએફએ સુરત ની ટીમ 11 મેચ માં 6 માં વિજય, 2 માં ડ્રૉ, 3 મેચ માં હાર નો સામનો કરી 20 પોઇંટ્સ સાથે થર્ડ  રનર અપ થઈ હતી.

અંડર 13 માં રાજ્ય ની 18 ટીમો એ ભાગ લીધો હતો, ટુર્નામેંટ 28.9.25 થી ચાલુ થઈ હતી. પહેલા લીગ રાઉન્ડ રમાયેલ તેના આધારે  12 ટીમો ના સુપર લીગ ના રાઉન્ડ રમાયા હતા.  

પોઇંટ્સ ટેબલ ના આધારે  અંડર 15, ક્લબ ચેમ્પિયનશીપ માં એસએજી એફએ ની ટીમ 9 મેચ માં 8 મેચ માં વિજય, અને 1 માં હાર નો સામનો કરી 24 પોઇંટ્સ સાથે ચેમ્પિયન થઈ હતી.  કહાની ફૂટબોલ ક્લબ અમદાવાદ ની ટીમ 9 મેચ માં 7 માં વિજય, 1 મેચ ડ્રૉ અને 1 મેચ માં હાર નો સામનો કરી 22 પોઇંટ્સ  સાથે રનર અપ  થઈ હતી. એઆરએ એફસી ની ટીમ 9 મેચ માં 6 માં વિજય, 1 માં ડ્રૉ, 2 મેચ માં હાર નો સામનો કરી 19 પોઇંટ્સ સાથે સેકન્ડ રનર અપ થઈ હતી.  બરોડા એફએ ની ટીમ 9 મેચ માં 5 માં વિજય, 2 માં ડ્રૉ, 2 મેચ માં હાર નો સામનો કરી 17 પોઇંટ્સ સાથે થર્ડ રનર અપ થઈ હતી.

અંડર 15 માં રાજ્ય ની 21 ટીમો એ ભાગ લીધો હતો, ટુર્નામેંટ 21.9.25 થી ચાલુ થઈ હતી. પહેલા લીગ રાઉન્ડ રમાયેલ તેના આધારે  10 ટીમો ના સુપર લીગ ના રાઉન્ડ રમાયા હતા. 

પોઇંટ્સ ટેબલ ના આધારે  અંડર 17,  ક્લબ ચેમ્પિયનશીપ માં એસજીવીપી ફૂટબોલ ક્લબ ની ટીમ 7 મેચ માં 7 મેચ માં વિજય થઈ 21 પોઇંટ્સ સાથે ચેમ્પિયન થઈ હતી.  એઆરએ એફસી અમદાવાદ ની ટીમ 7 મેચ માં 6 માં વિજય, અને 1 મેચ માં હાર નો સામનો કરી 18 પોઇંટ્સ  સાથે રનર અપ  થઈ હતી. એસએજી એફએ ની ટીમ 7 મેચ માં 4 માં વિજય, 3 મેચ માં હાર નો સામનો કરી 12 પોઇંટ્સ સાથે સેકન્ડ રનર અપ થઈ હતી.  સેવી સ્વરાજ ની ટીમ 7 મેચ માં 3 માં વિજય, 2 માં ડ્રૉ, 2 મેચ માં હાર નો સામનો કરી 11 પોઇંટ્સ સાથે થર્ડ રનર અપ થઈ હતી.

અંડર 17 માં રાજ્ય ની 12 ટીમો એ ભાગ લીધો હતો, ટુર્નામેંટ 11.9.25 થી ચાલુ થઈ હતી. પહેલા લીગ રાઉન્ડ રમાયેલ તેના આધારે  8 ટીમો ના સુપર લીગ ના રાઉન્ડ રમાયા હતા. 

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન તરફથી બધીજ કેટેગરી માં ચેમ્પિયન ટીમ ને 100000/-, રનર અપ ટીમ ને 75000/-, સેકન્ડ રનર અપ ટીમ ને 50000/- અને થર્ડ રનર અપ ટીમ ને 25000/- કેશ પ્રાઇઝ, ટ્રોફી અને મેડલ આપવામાં આવશે.

એઆઇએફએફ ના નિયમો ને આધીન સેનિયર ની ક્વાલિફાઇ ટીમો થર્ડ ડિવિજન આઇ લીગ રમશે અને અંડર 13, 15, 17 ની ટીમો એઆઇએફએફ યૂથ લીગ ની મેચો રમશે.

  1. સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ માં સીવીએમ આણંદ ની ટીમ ચેમ્પિયન
  2. અંડર 13,  ક્લબ ચેમ્પિયનશીપ માં બરોડા ફૂટબોલ એસોસીએસન ની ટીમ ચેમ્પિયન
  3. અંડર 15,  ક્લબ ચેમ્પિયનશીપ માં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ફૂટબોલ એકેડેમી ની ટીમ ચેમ્પિયન
  4. અંડર 17, ક્લબ ચેમ્પિયનશીપ માં એસજીવીપી ફૂટબોલ ક્લબ ની ટીમ ચેમ્પિયન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *