ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા, ગાંધીનગર ખાતે કવચ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Spread the love

ગાંધીનગર

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા, ગાંધીનગર ખાતે 10 માર્ચ 2026ના રોજ કવચ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળમાં સાયબર સુરક્ષા અને સાયબર સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યક્રમમાં કુલપતિ ડૉ. મુકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા અને પ્રો. જયના જોશી, ડાયરેકટર (COE) અધ્યક્ષસ્થાને રહ્યા. કાર્યક્રમનું સંકલન ડૉ. દીપક કે. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં ચિરાગ અગ્રવાલ, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ (ટાટા કન્સલ્ટન્સી સર્વિસેસ, ગાંધીનગર) દ્વારા નિષ્ણાત વ્યાખ્યાન આપવામાં આવ્યું. તેમણે સાયબર ક્રાઇમના નવાપ્રકારો, ઓનલાઈન ઠગાઈથી બચવાના ઉપાયો અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે માર્ગદર્શન આપ્યું.

અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું જેમાં ઉપસ્થિતોએ પોતાના પ્રશ્નોના નિવારણ મેળવ્યા. આ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક સમુદાયમાં સુરક્ષિત અને જવાબદાર ડિજિટલ પર્યાવરણ માટે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *