અમદાવાદ
CBSE બોર્ડ પરીક્ષા 2026માં એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 12માં આ વર્ષે કુલ 133 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થીઓએ 90 ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે 56 વિદ્યાર્થીઓએ 80 ટકા કરતાં વધુ ગુણ મેળવી નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી.
વિદ્યાર્થીઓમાં હિમાંશી મહેતા (485/500), પંચાલ જુહી જિજ્ઞેશ (483/500) અને કૃશિવ અચ્યુત દાણી (481/500)એ સર્વોચ્ચ ગુણ મેળવી વિશેષ સિદ્ધિ નોંધાવી.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એકાઉન્ટન્સી, એન્ટરપ્રિન્યોરશિપ અને સાયકોલોજી જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવ્યા હતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયમાં અંશિકા શર્મા, હિમાંશી મહેતા, કૃશિવ અચ્યુત દાણી અને માધવ નાયરે સંપૂર્ણ ગુણ મેળવ્યા. કૃશિવ અચ્યુત દાણીએ એકાઉન્ટન્સી તથા એન્ટરપ્રિન્યોરશિપ વિષયોમાં પણ 100 ગુણ પ્રાપ્ત કર્યા, જ્યારે પંચાલ જુહી જિજ્ઞેશે સાયકોલોજી વિષયમાં સંપૂર્ણ ગુણ મેળવ્યા.


