સફળતા રાતોરાત નથી મળતી, મહેનત-તૈયારી જરૂરીઃ સચીન તેંડૂલકર

Spread the love

અમદાવાદમાં સ્પોટર્સ એકેડમીની મુલાકાતે આવેલા પૂર્વ ક્રિકેટરે યુવાનો અને તેમના વાલીઓને સારા ખેલાડીની સાથે સારા માણસ બનવાની સલાહ આપી

અમદાવાદ

સફળતા ક્યારેય રાતોરાત મળથી નથી, તેના માટે પુષ્કળ મહેનત કરવી પડે છે. વાલીઓએ પણ તેમના બાળકોને પુરતી આઝાદી આપવી જોઈએ કે જેથી તેઓ તેમની પ્રતિભા ખિલવી શકે, એમ ક્રિકેટના ભગવાન મનાતા સચીન તેંડૂલકરે એક કાર્ક્રમ દરમિયાન કહ્યું હતું.

પહેલી બે મેચમાં શૂન્ય અને પછી એક રન

સચીને પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે ક્યારેય રન બનાવવા દબાણ ઊભું ન કરવું જોઈએ. કલ્બ કક્ષાની ક્રિકેટની પહેલી બે મેચમાં હું શૂન્ય રનમાં આઉટ થયો જ્યારે ત્રીજી મેચમાં મેં માત્ર એક રન બનાવ્યો પણ હતાશ થયા વીના મેં મારી મહેનત ચાલુ રાખી અને પછી મેં સિદ્ધિઓ હાંસલ કરી હતી. રમવા જાઓ ત્યારે દરેક વખતે તમને સફળતા મળે એ જરૂરી નથી. દરેક વખત તૈયારી કરીને જઈ શકો છો. સફળતાની ગેરંટી નથી પણ તૈયારી, ફોક્સ અને સમર્પણ તમને સફળતા તરફ દોરી જાય છે.પ્રતિભા ઈશ્વરની દેન છે પણ બાકીની બાબતો તમારા હાથમાં છે.

કોઈ શોર્ટ કટ નથી

સચીને યુવાઓને શીખ આપતા જણાવ્યું હતું કે ક્રિકેટમાં સફળતાનો કોઈ શોર્ટકટ નથી. માત્ર સારા કેમ્પમાં જવાથી સારા ખેલાડી નથી બની જવાતું તમારે તેના માટે ખૂબજ મહેનત કરવી પડે છે. યોગ્ય તૈયારી વીના મેદાનમાં ઊતરનારને સફળતા મળતી નથી.સારા ખેલાડીની સાથે તમે સારા માણસ બનો એ જરૂરી છે. માત્ર એકેડમી જ નહીં પરિવાર અને કોચની પણ જવાબદારી છે કે ખેલાડીને તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે.

આચરેકર સરનું કમિટમેન્ટ

સચીને કહ્યું કે હું આચરેકર સર પાસે જતો ત્યારે પણ હું જોતો હતો કે સર માટે સારો દેખાવ જ ખરી ગુરૂ દક્ષિણા હતી. તેઓ સંપૂર્ણ સમર્પણથી મહેનત કરતા અને કરાવતા જેથી પરિણામ મળતું હતું. દરેક ખેલાડીએ સફળતા અને નિષ્ફળતા વચ્ચે તાલમેલ મેળવવો પડશે. દરેક બેટર આઉટ થાય છે અને દરેક બોલરને માર પડે છે. માનસિક રીતે આ બાબતને આત્મસાત કરવી પડશે અને આગળ વધવું પડશે.

એ,આરટી10 અલ્ટેવોલ સેન્ટર ફોર એક્સીલન્સ સ્પોટર્સ એકેડમી

અમદાવાદ નજીક શંકુસ ફાર્મ ખાતે આવેલી આ એકેડમી પ્રોફેશનલ કોચિંગ, ફિટનેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી ખેલાડી તાલીમ કાર્યક્રમો દ્વારા રમતના વિકાસમાં યોગદાન આપી રહી છે. સચીનના સમર્થનથી શરૂ થયેલા આ એકેડમી બીજી છે. પહેલી એકેડમી નવી મુંબઈના ડીવીય પાટીલ સ્પોટર્સ એકેડમીમાં આવેલી ફ્લેગશીપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી હોવાનું એસઆરટી10ના સીઈઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *